SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ 3 - ગુરુમહારાજનો પણ પાસેપણાનો અનુભવ જીવનમાં થવા લાગેલો. ત્યારે જીવનવિકાસ અંગેની મારી ભાવના વધતી જતી અનુભવેલી જ્યારે મન અવળચંડું બનતું ત્યારે પાસેપણું જાણે કે મને ટકોરતું ન હોય એવો અનુભવ થતો. એમનું પાસેપણું આ જીવને પથગામી પ્રેર્યા કરતું. હૃદયમાં સહાનુભૂતિ ને ઉષ્મા પ્રસરાવતું ઓથ છે. એમ લાગ્યા કરતું. આ જીવના સાધનાકાળમાં જીવની અપરા પ્રકૃતિનું વલણ કંઈ ઓછું ન હતું. શ્રી પ્રભુકૃપાથી તેને શોધતો રહેતા તે કાજે સતત પ્રાર્થનાભાવમાં રમ્યા કરતા હતા. સમયની તે કાજેની પ્રાર્થનાઓના નમૂનાઓ “હૃદયપોકાર” ને “કેશવચરણ કમળે” માં છે. જીવ આ પ્રકારની વૃત્તિઓ શોધી શોધીને નિંદવાની છે. નીદવાની છે એટલું જ નહિ પણ એને ઉખેડી નાંખવાની છે. નિંદવાનું ક્યારે બને છે ! જ્યારે ખેડૂતને એમ સમજાય કે ખરા ભેગુ ખોટુ ઉગેલું છે તે ખરીને નુકસાની કરે છે તેને જો નહિ ઉખેડી દઈએ તો ખરાને તે ઉગવા જ નહિ દે. તથી એવા ખોટા ઉગેલાને ખેડૂત નીંદી નાંખે છે એને નિંદામણ કહે છે. નિંદામણની આ ક્રિયા સાધકે જાગૃતિ સાથે કર્યા કરવાની છે. સાક્ષાત આત્મપ્રેમમાં મંગળરમ્ય ભવ્ય ગૂઢ મૂર્તિને હૃદયની પ્રાર્થનાથી ભાવમય પ્રણામ કરું છું. मम हृदयं ते अस्तु । मम चित्तं चितेनन्ये हि ॥ मम व्रते हृदयं ते दधामि । मम वत्यमेकमना जुषस्य ॥ “મારા હદયમાં તારું હૃદય છે ! મારા ચિત્તને તારા ચિત્ત વડે શોધ-શોધ્યા કર. મારા જીવનવ્રતમાં તારું હૃદય મૂકું છું. અથવા હું ધારણ કરું છું. એટલે કે તમારી હૃદયની ચેતનાનો ભાવ સતત મારા જીવનવ્રતમાં હું રાખ્યા કરું છું. મતલબ કે એવી ધારણા મારા જીવનમાં હું ધારણ કરું છું.” નવસારી પાસેના જંગલમાં જવાનું થતા ત્યાં ધૂણી પ્રગટાવી તે ધૂણી નજીક કોઈવાર પ્રાર્થનામાં તો કોઈવાર ધ્યાનમાં તો કોઈવાર વળી બીજા પ્રકારની સાધનામાં રહ્યા કરતા. આંતરિક પ્રાર્થનાનો ભાવ તે સમયે દિલમાં દિલથી એકધારો પ્રગટેલો રહ્યા કરતો હતો. મધ્યરાત્રિ વીત્યા પછી થોડીવારમાં ધૂણી પાસે શ્રી સદ્ગુરુના દર્શન થયા દિલ ભક્તિભાવથી પ્રેરાઈને આપોઆપ સહજપણે તેમને નમ્યું તે વખતે નામસ્મરણ એકધારું અખંડ ચાલ્યા કરતું. ૩૫૦ સર્વધર્મ પ્રત્યે સમભાવ હોવાથી રમજાન માસમાં રોજા પણ કરતા ઇદના દિવસે ઇદગાહના મેદાનમાં નમાજ પડવાનું મન થયું એ તક પણ મળી ગઈ. નમાજ પઢતાં જે રીતે દિલમાં દિલથી
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy