SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૨ भोर उठिस्नान कियो, सेर पक्को द्ध पियो, सैंकड़ो सिंघाडे खाये, चित्त तो स्वादी है । पाव पक्की बरफी खाई, पाव पक्का पेंडा खाया । बीसो अमरुप खाये, आई नही वादी है । कहे ब्रह्मदत्त ऐसो व्रत नित्य होइ यारो, कहेने को एकादशी, पै छावशी की दादी है । હિન્દુધર્મમાં તપનો ઉલ્લેખ વૈદિક વાડમયમાં અનેક સ્થળોએ જોવા મળે છે. હિન્દુધર્મની પ્રાચીન ઋષિ પરંપરા તપ ઉપર વિશેષ ભાર મૂકે છે. વૈદિક પરંપરાની માન્યતા મુજબ તપના કારણે “ઋત અને સત” ઉત્પન્ન થાય છે અને આત્માને તપથી તેજસ્વી બનાવી શકાય છે. ઋતનું ચલણ વિશેષ સ્વરૂપે જોવા મળે છે પરંતુ સ્થળ અને સંજોગોને આધીન તેનું જ્ઞાન તપમાં પરિવર્તન થયેલું જોવા મળે છે. પ્રાથમિક રીતે તપ દેહ દમન માટે જરૂરી ગણાતું પરંતુ જેમ જેમ આધ્યાત્મિક ઉર્ધ્વગતિ થવા લાગી તેમ તેમ તેને દેહ દમનની સાથે સાથે ઇન્દ્રિયમનના અર્થમાં પણ સ્વીકારવામાં આવેલ છે. આ કારણે જ ઉપનિષદ કાળમાં તપથી જ બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. તેવા સુત્રો ઉપનિષદમાં જોવા મળે છે અને તેથી જ કહેવાયું કે ઋત તપ છે. સત્ય તપ છે, વ્રત તપ છે, શાન્તિ તપ છે અને દાન પણ તપ છે. તપસ્વી માટે તપની સાથે સાથે શ્રદ્ધાળુ થવું પણ અતિ આવશ્યક છે. હિન્દુધર્મમાં તપને શ્રદ્ધા સાથે જોડવામાં આવેલ છે. તપશ્ચર્યાનું આ પાશુ હિન્દુધર્મની વિશેષતા સુચવે છે. અન્ય ધર્મમાં તપશ્ચર્યાના શ્રદ્ધા પરુનો ઉલ્લેખ જોવા મળતો નથી. યોગદર્શનમાં કહ્યું છે કે તપથી શરીર અને ઇન્દ્રિયોનું શુદ્ધિકરણ થાય છે. વૈદિક યોગમાં તપની અનેક વિધિઓ અને અનેક પ્રકાર જોવા મળે છે. જેમકે ચાંદ્રાયણ તપ, કૃછતપ, જવતપ વિગેરે આ તમામ તપશ્ચર્યાઓ માત્ર શરીર દમન દ્વારા ઇન્દ્રિય વિષયોને જીર્ણ શીર્ણ કરનાર જરૂરી બતાવવામાં આવ્યું છે. વૈદિકતપના સંદર્ભમાં પવિત્રતા, સરળતા તેમજ સતપુરુષોની સેવા સુશ્રુષાને પણ એક પ્રકારની તપશ્ચર્યાની તરફેણમાં જ લઈ શકાય છે. માનસિક પ્રસન્નતા,. સતત ભાવ, ચિંતન, શાંતિ, મનોનિગ્રહ વિગેરે માનસિક તપ છે. તપના સાત્વિક, રાજસિંક, અને તામસિક એમ ત્રણ ભેદ પણ જોવા મળે છે. સત્ય, અહિંસા, અને બ્રહ્મચર્યનો નિષ્કામ ભાવથી પાલન કરવું તે સાત્વિક તપ છે. પ્રતિષ્ઠા, માન, મોભો મેળવવા પ્રલોભનથી તપશ્ચર્યા કરવી તેને રાજસિક તપ કહેવાય છે. ઉપરાંત પોતાને તેમજ અન્યને હાની પહોંચાડવી, પીડા આપવી કે કષ્ટ આપવું જે તામસીક તપ છે. અન્યધર્મની સરખામણીમાં પીવંત્ય ધર્મમાં તથા સુક્ષ્મ સ્વરૂપ નિરુપાયું છે. સુક્ષ્માતિસુક્ષ્મ જીવો પ્રત્યે અહિંસા
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy