SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - જે તપમાં આટલી બધી શક્તિ-સામર્થ્ય છે તે તપ આખર છે ક્યાં ? તપનું રુપ શું છે ? તેનું સ્વરૂપ શું છે ? તપનો અર્થ છે જે તપાવવામાં આવે તે તપ છે. તપાવવાનો અર્થ છે ગરમ કરવું, બાળી નાંખવું. જેમ તપેલામાં રહેલા ઘી ને તપાવવામાં આવે છે અને ઘી શુદ્ધ થઈ જાય છે બસ આવી જ રીતે ઇન્દ્રિયો મન અને શરીરને તપાવવાથી એમાં રહેવાવાળા આત્મા ઉપર લાગેલા કર્મરૂપી મેલ બળી જાય છે. આ મેલ શરીર-મન આદિને તપાવવાથી અથવા કષ્ટ આપવાથી બળી જાય છે. तवसा अवहट्टलेसस्य दंसणं परिसुज्सइ । તપશ્ચર્યાથી લેશ્યા (વિચાર) શુદ્ધ બને છે અને સમ્યક્દર્શનની પ્રાપ્તિ થાય છે. આ તપ તન-મન-ઇન્દ્રિયો અને આત્માને શુદ્ધ, પવિત્ર નિર્મળ કરવાવાળી એક અદ્ભુત પ્રક્રિયા છે. इन्द्रियमन सोनिर्यमानुष्ठानं तपः । ૨ એટલે કે પાંચ ઇન્દ્રિયો અને મનને વશમાં રાખવા અથવા વધતી લાલસાઓને જો કોઈ રોકનાર હોય તો તે તપ છે. उर धरि उमा प्रानपतकि चरना । जाइ विपित लागी तपु जोगू । अति सुकुमार तजेउ सब भोग् । नित नव चरन उपज अनुरागा । बिसरी देह तपहिं मनु लागा । તપ માટે દરેક ધર્મદર્શનમાં પરંપરાના કારણે તપની પ્રક્રિયા તથા રૂપમાં ભેદ છે પરંતુ ઉદ્દેશ તો સરખો જ છે. ઉદ્દેશ તો તપ દ્વારા સુખ મેળવવાનો તથા દુઃખરૂપી દોષોને નષ્ટ કરવાનો કહ્યો છે. વૈદિક પરમ્પરામાં પાર્વતી એ શિવને પામવા માટે જે તપ કર્યું હતુ તેમાં તપના ત્રણ અંગો દ્વારા તપ કરેલ. આ ત્રણ તપમાંથી બે અંગ આપ્યંતર તપના છે અને એક અંગ બાહ્ય તપનો છે. એમાં પહેલું અંગ છે. ચિત્તવૃત્તિનો નિરોધ અથવા સ્મરણ, (૨) ઇન્દ્રિયનો સંયમ (૩) ઉપવાસ. ૩૦૭, આ પ્રમાણે સ્મરણ અથવા ચિત્તવૃત્તિનો નિરોધ અને ઇન્દ્રિયોનો સંયમ કર્યો. ઉપવાસ દ્વારા ચારે પ્રકારના ભોજનનો વારાફરતી ત્યાગ કર્યો. આવી રીતે પાર્વતીજીએ ઉપવાસ કર્યા હતા. આવી રીતે ત્રણે પ્રકારના તપ કરતા તપ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ અને આકાશવાણી થઈ 3....
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy