SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૨ થઈને વધારે ન ખાવું. ૧૮. ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થ એવી રીતે કરવો કે જેનાથી કોઈ બાધા ઉત્પન્ન ન થાય. ૧૯. યથાયોગ્ય દાન આપવું. ૨૦. આગ્રહશીલ ન બનવું. ૨૧. સૌજન્ય, ઔદાર્ય, દાક્ષિણ્ય : આદિ ગુણોની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ બનવું. ૨૨. અયોગ્ય દેશ અને અયોગ્ય સમયમાં જવું નહિ ૨૩. દેશ, કાળ, વાતાવરણ અને સ્વકીય સામર્થ્યનો વિચાર કરીને જ કોઈ કાર્યનો પ્રારંભ કરવો. ૨૪ આચાર વૃદ્ધ અને જ્ઞાનવૃધ્ધજનોને પોતાના ઘરે આવવા માટે આમંત્રણ આપવું. ૨૫. માતા, પિત આદિ પરિવારજનોનું બરાબર ભરણપોષણ કરવું અને એમના વિકાસમાં સહાયક બનવું. ર૬, દિર્ઘદર્શી બનવું. ૨૭. વિવેકશીલ બનવું. ૨૮. ઉપકારીના ઉપકારને ભૂલવા નહિ. ૨૯. અહંકારથી બચીને વિનમ્ર બનવું. ૩૦. લજ્જાશીલ બનવું. ૩૧. કરુણાશીલ બનવું. ૩૨. સૌમ્ય બનવું. ૩૩ પરોપકારી બનવું. ૩૪. કામ, ક્રોધ, મોહ, મદ અને માત્સર્ય આ આંતરિક દુશ્મનોથી બચવાનો પ્રયત્ન કરવો અને ૩૫. ઇન્દ્રિયોને જ્યાં ત્યાં જવા ન દેવી. આચાર્ય નેમિચન્દ્રજીએ પ્રવચન સારોદ્ધારમાં અલગ રીતે ગૃહસ્થના ૨૧ ગુણ બતાવ્યા છે. તે આ પ્રમાણે છે. ૧. અશુદ્રમન (હૃદયની વિશાળતા) ૨. સ્વસ્થતા ૩. સૌમ્યતા ૪. લોકપ્રિયતા ૫. અક્રૂરતા ૬. પાપભીરુતા ૭. અશકતા ૮. સુદક્ષતા ૯. લજ્જાશીલતા ૧૦. દયાળુતા ૧૧. ગુણાનુરાગ ૧૨. પ્રિયવચન બોલવા ૧૩. માધ્યસ્થવૃત્તિ ૧૪. દિર્ધદષ્ટિ ૧૫. સુપયુક્ત ૧૬. નમ્રતા ૧૭. વિશેષજ્ઞતા ૧૮. વૃદ્ધાનુગામી ૧૯. કૃતજ્ઞ ૨૦. પરહિતકારી અને ૨૧. જીવનનું લક્ષ્ય બાંધવું. I 1 પં.આશાધરજીએ પોતાના ગ્રન્થ સાર ધર્મામૃતમાં નીચે પ્રમાણે ગુણો બતાવ્યા છે. ૧. ન્યાયપૂર્વક ધન મેળવવું ૨. ગુણીજનોને માનવાવાળા હોય ૩. સત્ય બોલવાવાળો હોય ૪. ધર્મ, અર્થ અને કામનો પરસ્પર વિરોધ રહિત સેવન કરવાવાળો હોય ૫. સુશીલ સ્ત્રી હોય ૬. પાડોશી સારા હોય. ૭. યોગ્ય મકાન હોય. ૮. લજ્જાશીલ હોય ૯. સુપાચ્ય આહાર હોય ૧૦. સુખાચરણ હોય ૧૧. સારા માણસોની સંગત હોય. ૧૨. બુદ્ધિમાન હોય ૧૩. કૃતજ્ઞ હોય ૧૪. જિતેન્દ્રિય હોય ૧૫. ધર્મોપદેશ સાંભળવાવાળો હોય ૧૬. દયાળુ હોય ૧૭. પાપથી ડરવાવાળો હોય. 2. આવો વ્યક્તિ ગ્રહDધર્મનું આચરણ કરીને જીવને મોક્ષગામી બનાવે છે. અણુવ્રત સાધના ચારિત્ર તથા નૈતિક સાધનાના મૂળ સિદ્ધાન્ત જેને જૈન દર્શનમાં “વ્રત', બૌદ્ધ દર્શનમાં “શીલ યોગદર્શનમાં “યમ” કહે છે. બધા જ સાધકો માટે ભલેને તે ગૃહસ્થ કે સન્યાસી કેમ ન હોય દરેકને આ 1. પ્રવચન સારોદ્ધાર 2. સાગરધર્મામૃત - અધ્યાય- ૧ ૨૭૨
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy