SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ ૨ નિર્દોષ આહાર-પાણી ગ્રહણ કરે એના માટે ઉદ્ગમના ૧૬ દોષ, ઉત્પાદનના ૧૬ દોષ, ગ્રહેષણના ૧૦ દોષ, ગવેષણાના ૫ દોષ, માંડલાના ૫ દોષ, આમ કુલ ૪૨, ૪૭, ૯૬ દોષ રહિત આહાર કરે. વસ્ત્ર મર્યાદા દિગંબર મુનિઓ વસ્ત્ર રહિત અચેલક હોય છે જ્યારે શ્વેતામ્બરમાં પણ વસ્રરહિત જિનકલ્પીની વાત આવે છે. સ્થવીરકલ્પી મુનિઓ માટે આચારાંગસૂત્રમાં શ્રમણ માટે ત્રણ અને શ્રમણી માટે ચાર વસ્ત્રો રાખવા સુધીનું વિધાન છે. બૃહદ્કલ્પ અનુસાર મુનિઓ માટે પાંચ પ્રકારના વસ્ત્રોનો ઉપયોગ કરવાનો કલ્પ માનવામાં આવ્યો છે. (૧) જાંગિક (ગરમ વસ્ત્રો) (૨) ભાંગિક-અલસિના વસ્ત્રો (૩) સાનકશણના વસ્ત્રો (૪) પોતક (કપાસના) (૫) તિરીટપટ્ટક – છાલના વસ્ત્રો. જો કે રંગીન વસ્ત્રોનો ઉપયોગ નિષેધ છે. પાત્રા શ્રમણો માટે તંબુડી, લાકડાના અને માટીના પાત્રા વાપરવા કલ્પનીય છે. ધાતુના પાત્રા રાખવાનો નિષેધ છે. પાત્રા દ્વારા અણાહારી (આહાર-ભોજન રહિત્) બનવાનું છે. એનું સતત સ્મરણ રાખવાનું છે. આહાર કરે પણ સાધનાના લક્ષથી કરે. સાદા પાત્રા રાખે જેનાથી આસક્તિભાવ ન આવે. જૈન સાધનામાં ધર્મના બે રુપ ઠાણાંગસૂત્રમાં બે પ્રકારના ચારિત્ર ધર્મ બતાવ્યા છે. (૧) અણગાર ધર્મ (૨) આગારધર્મ. જૈન અને બૌદ્ધ પરમ્પરામાં અણગાર ધર્મને શ્રમણ ધર્મ કે મુનિધર્મ અને આગારધર્મને ગૃહસ્થધર્મ અથવા ઉપાસક ધર્મના નામથી ઓળખવામાં આવે છે. આગાર શબ્દ ગૃહ તથા આવાસના અર્થમાં બતાવ્યો છે. જ્યારે આનો લાક્ષણિક અર્થ છે. પારિવારિક જીવન. તેથી જે ધર્મનું પરિપાલન પારિવારિક જીવનમાં રહીને કરી શકાય છે. તેને આગારધર્મ કહેવામાં આવે છે. । 1 । ગૃહસ્થને દેશવિરતિ ચારિત્ર અને શ્રમણ ધર્મને સર્વવિરિતિ ચારિત્ર અથવા વિકલચારિત્ર તથા સકલચારિત્ર પણ કહેવામાં આવે છે. ગૃહસ્થ પારિવારિક જીવનના કારણે અહિંસાદિ વ્રતોની પૂર્ણ રૂપથી સાધના નથી કરી શકતા તેથી તેની સાધનાને દેશચારિત્ર કહેવામાં આવે છે. જૈન આગમોમાં માત્ર ગૃહસ્થને માટે જ શ્રાવક શબ્દ બતાવવામાં આવ્યો છે. જ્યારે બૌદ્ધ આગમોમાં ગૃહસ્થ અને શ્રમણ બન્ને પ્રકારના સાધકો માટે ‘શ્રાવક’ શબ્દ બતાવવામાં આવ્યો છે. પ્રાકૃત ભાષામાં શ્રાવકને “સાવય” બતાવવામાં આવ્યું છે. જેનો અર્થ છે. બાળક અથવા શિશુ એટલે કે સાધનાના ક્ષેત્રમાં હજુ બાળક છે. પ્રાથમિક અવસ્થામાં છે. તે શ્રાવક છે. 1. ઠાણાંગસૂત્ર - ૨-૧ ૨૬૯
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy