SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૨ પ્રતિકૂળ વાતાવરણમાં પણ શાંતિ જાળવી શકાય ત્યારે સાધનાનું (ક્રોધ જીત્યાનું) ફળ મળ્યું એમ કહેવાય. આ રીતે સર્વ નીતિના સંસ્કારોની સાથે યુદ્ધ કરીને બળપૂર્વક તેનો નાશ કરવો તેનું નામ તપ છે. ક્રોધ કે બીજા કોઈપણ દૂષિત સંસ્કારને તોડવાના ક્રમ આ પ્રમાણે છે – (૧) અપરાધનો સ્વીકાર. (૨) અપરાધનો અનુભવ. (૩) અપરાધને તોડવાની જિજ્ઞાસા અને અપરાધની કૃત્યની નિંદા. (૪) કોઈની સહાયતાથી અબુદ્ધિપૂર્વક થતા અપરાધને બુદ્ધિની કોટિમાં આવવું તથા તેના સંબંધી પસ્તાવો કરવો. ૨૫૩ (૫) કોઈની સહાયતા વિના બુદ્ધિની કોટિમાં આવવું અને તે કૃત્ય તથા પોતાને ધિક્કારવો. (૬) થોડો અપરાધ થાય કે તુરત તેને રોકી લેવો અને પશ્ચાતાપ કરવો. (૭) અપરાધ સંપૂર્ણ બહાર આવતા પહેલાં જ તેને રોકી દેવો અને તે અપરાધનો વિકલ્પ ઊઠ્યો તે માટે અંતરમાં પસ્તાવો કરવો. તે વિકલ્પને ધિક્કારવો. (૮) અપરાધ કરવા સંબંધી મનની ચંચળતા થાય કે તરત તેને દબાવી દેવી. પોતાની ઇચ્છાથી કે ઇચ્છા વિના પણ કોઈ પણ ચેતન કે અચેતન પદાર્થમાં ઇષ્ટતા કે અનિષ્ટતા ગણી લઈને વ્યાકુળતાજનક વિકલ્પની જાળમાં ફસાઈને અશાંત થઈ જવાય છે. તેવા દૃઢ થઈ ગયેલા સંસ્કારોને તોડવા માટે ઉપરના ક્રમથી વર્તવું જોઈએ. પરંતુ આ સંસ્કારો તોડવાનો પુરુષાર્થ પ્રતિકૂળ વાતાવરણમાં જ થઈ શકે છે, અનુકૂળ વાતાવરણમાં થઈ શકતો નથી કારણ કે જે જે પદાર્થમાં ઇષ્ટતા કે અનિષ્ટતા સંબંધીનો સંસ્કાર હોય તે પદાર્થ ઇંદ્રિયનો વિષય બને તેવો વિકલ્પ મનમાં ઊઠે ત્યારે જ તેને તોડવાનું શક્ય બને છે. ધર્મસ્થાનમાં બેઠાં બેઠાં સંસ્કારનો વિચ્છેદ કરવાનો પુરુષાર્થ થઈ શકતો નથી કારણકે ત્યાં પદાર્થ નથી તેમ વિકલ્પ પણ હોતો નથી. ગૃહસ્થ ઘરના પ્રતિકૂળ વાતાવરણમાં રહીને એવો પુરુષાર્થ કરી શકવાનો સંભવ છે. એટલે ધાર્મિક ક્રિયાથી ઉપજેલી શક્તિનો પ્રતિકૂળ વાતાવરણમાં ઉપયોગ કરીને સંસ્કારને નિર્મૂળ કરવાનો પુરુષાર્થ થઈ શકે છે. જ્યાં થોડો સમય પણ અનુકૂળ વાતાવરણમાં રહીને વિકલ્પોને દબાવવાનો પુરુષાર્થ થાય છે, ત્યાં સંસ્કાર અવશ્ય નરમ પડે છે પણ તેનો સદંતર નાશ તો પ્રતિકૂળ વાતાવરણમાં પુરુષાર્થ ફોરવવાથી થાય છે. અનુકૂળ વાતાવરણમાં રહીને સંવરની સાથે સાથે નિર્જરા કરવાનું બળ તો આપણામાં હોય છે. પરંતુ ગૃહસ્થીમાં પ્રતિકૂળ વાતાવરણમાં રહીને નિર્જરા કરવાનું એટલે કે સંસ્કારોનું અધિક બળ ક્ષીણ કરવાનો પુરુષાર્થ કરવો એ આપણું કર્તવ્ય છે.
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy