SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૨ ૨.૫ તપનું પ્રયોગિક પક્ષ અથવા તપનું સાધનાત્મક સ્વરૂપ (Methodology) ઘરાક કપડું લેવા આવ્યો, શેઠ કહે સરસ રંગદાર છે. કપડું ફાટે પણ રંગ ન જાય, બે દિવસમાં જ કપડું ફાટી ગયું. ઘરાક પાછો દુકાને આવ્યો. વેપારી ? મેં કહ્યું જ હતું ને ? કપડું ફાટે પણ રંગ ન જાય, આ છે રાગ દ્વેષનું પરિણામ. તમામ રાગ હળદરીયા રંગ જેવા છે. તડકો પડે ને રંગ ગાયબ. આપણો સ્વાર્થ, અપેક્ષા, ઇચ્છા પૂર્ણ થાય ત્યાં સુધીનો સંબંધ પછી પૂરો. કાયદંડ એટલે શારીરિક તપશ્ચર્યા સ્વીકારી છે. એ વાત તદ્દન ખોટી છે. આત્મશુદ્ધિ માટે બાહ્ય અને આભ્યન્તર બંને તપશ્ચર્યાઓ આત્માની છે. જેઓ શારીરિક તપશ્ચર્યાને ગૌણ કરી માત્ર માનસિક તપશ્ચર્યા પર ભાર મૂકે છે તેઓ વાસ્તવિક આત્મશુદ્ધિ પ્રાપ્ત કરી શક્યા નથી. શરીર માતેલું હોય, એમાં ઇંદ્રિયો જોર કરી રહી હોય, ત્યાં મનને શાંત રાખવું કે શુદ્ધ રાખવું એ નિતાન્ત અશક્ય નહિ તો દુઃશક્ય તો છે જ. ઉપવાસાદિ તપશ્ચર્યાને દિવસે મન જેટલું શાંત અને સ્વસ્થ રહે છે. તેટલું ભારે કે ભર્યા પેટે હોતું નથી એ આપણો દરેકનો અનુભવ છે. તાત્પર્ય એ કે મનની શુદ્ધિ માટે શારીરિક શુદ્ધિ જરૂરી છે અને એથી બાહ્ય તપશ્ચર્યા પણ અત્યંત આવશ્યક છે. બાહ્યતપમાં રસત્યાગ અંગે જ કેટલીક વાત કરીશું. સામાન્ય માન્યતા એવી છે કે રસવાળું અર્થાત સ્વાદવાળું ભોજન કરીએ તો ખાવામાં લિજ્જત આવે, તેથી ખોરાક સારી રીતે લેવાય અને પરિણામે શરીર સારું રહે, તેમજ બળ, બુદ્ધિ અને કાંતિમાં વધારો થાય તેથી જનસમાજની પ્રવૃત્તિ રસવાળું, સ્વાદવાળું ભોજન લેવા તરફ વિશેષ રહે છે, પરંતુ આજનું વિજ્ઞાન પણ કહે છે કે કોઈપણ રસ અધિક માત્રામાં લેતા શરીરના-આરોગ્યને નુકશાન થાય છે તે માટે આયુર્વેદમાં પણ સુંદર વાત બતાવી છે. મધુર રસ : મધુર રસનું અધિક સેવન થાય તો ખાંસી, શ્વાસ, આલસ્ય, વમન, મુખમાધુર્ય, કંગવિકાર, કૃમિરોગ, કંઠમાળ, અબ્દ, શ્લીપદ, (હાથીપગુ) બસ રોગ (અહીં પેશાબ અને મૂત્રાશયના બીજા રોગો) તથા અભિવૃંદ (નેત્ર રોગ) વગેરે રોગો ઉત્પન્ન થાય છે. અમ્લ રસઃ અમ્લ રસનું અધિક સેવન થાય તો દંતદર્થ (દાંતોનું જકડાઈ જવું), નેત્રબંધ (આંખોનું મીંચાઈ જવું) રોમદર્ષ (વારંવાર રૂંવાડા ખડાં થવાં) કરમાય તથા શરીર શૈથિલ્ય ઉત્પન્ન થાય છે અને કંઠ, છાતી તથા હૃદય દાહ પેદા કરે છે. લવણ રસ : લવણ રસનું અધિક સેવન થાય તો ખુજલી, કોઢ કે શોથ અર્થાત્ સોજો ઉત્પન્ન
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy