SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૨ છે. આ માટે તે એકાસણાના વ્રતનું બંધન સ્વીકારે છે. એમાંથી કેટલાંક એકથી વધુ દિવસો, અઠવાડિયાં, મહિના અને વર્ષો સુધી આ જ ક્રમને અનુસરે છે. આરાધના સાધના માટે તત્પર શ્રાવકો માટે માર્ગદર્શક વિવિધ વ્રતો આપણે ત્યાં પરંપરાએ પ્રચલિત છે. એકાસણાના પણ સહેલાઈથી માંડીને આકરા પ્રકારો છે. એકાસણું-એકટાણું એકમુક્તિ – દિવસમાં એક જ વાર આસને બેસીને ભોજન કરવું. એકલદત્તી (એકદત્તી)માં એકી વખતે પાત્રમાં પિરસાયું હોય તેટલું જ ખાવાની છૂટ છે પણ (૧)તે ભોજન પીરસનાર અજાણી વ્યક્તિ (પાડોશી કે અતિથિ) હોવી ઘટે. (૨) ઘરની વ્યક્તિને વ્રતિકનાં રસરુચિ, અરુચિ, આહારનું પ્રમાણ વગેરેની ખબર હોવાથી તેને માટે વ્રતિકને ભોજન પીરસવાની મનાઈ છે. (૩)પીરસનાર વ્યક્તિ ખૂબ વધુ પીરસી દે તો વ્રતિકને એઠું મૂકવું પડે. તે ટાળવા માટે વ્રતિકને ભોજન શરૂ કરતાં પહેલાં જ વધારાની ભોજનસામગ્રી બાજુએ મૂકવાની છૂટ છે. એકલઠાણુંમાં વ્રતિક એક જ સ્થિતિમાં હાલ્યા ચાલ્યા વગર ભોજન કરે છે. તે જમવા માટે તેમજ પાણી પીવા માટે જ કોણી સુધીના હાથ એટલે કે કલાઈ હલાવી શકે છે. વળી એમાં સાધારણ રીતે ભોજન પછી ઠામચોવિહાર કરવામાં આવે છે. આને એકાદંગી એકાસણું પણ કહેવામાં આવે કવળ (કોળીયા)વ્રતમાં વ્રતિક માટે કોળિયાની સંખ્યા પુરુષ માટે ૧-૩૧ની વચ્ચે અને સ્ત્રી માટે ૧-૨૭ની વચ્ચે નિશ્ચિત કરવામાં આવી છે. આયંબિલ સ્વાદેન્દ્રિય પર કાબૂ મેળવવાનો ખાસ પ્રયત્ન એટલે આયંબિલ (આંબેલ). આ તપમાં એક ટંક ભોજન લેવામાં આવે છે. તે એકાસણાથી જુદું. તે એ રીતે છે કે તેમાં નીરસ(રસવિહિન) ભોજન લેવામાં આવે છે. રસવિહિન એટલે વિગઈ(ઘી, દૂધ, માખણ, તેલ, સાકર, ગોળ વગેરે)નો ત્યાગ, ફળોનો તેમજ ફળરસનો ત્યાગ, સૂકો મેવો અને લીલોતરી શાકનો ત્યાગ કરાય છે. માત્ર અનાજ અને કઠોળની વાનગીઓ કે તેમના લોટમાંથી બનાવેલી વાનગીઓ લેવામાં આવે છે. મીઠું, મરી, હિંગ, મેથીનો ઉપયોગ કરાય છે. પાણી ઉકાળીને ઠારેલું લેવાય છે. આયંબિલ અને એકાસણાના તપની વિશિષ્ટતા એ છે કે એ બંને તપ નિરંતર યાજીવ કરી શકાય છે. વર્ષોનાં વર્ષો સુધી કરી શકાય છે. ઉપવાસ માટે વીર ભગવંતે છ મહિનાની મર્યાદા બાંધી છે. આ મર્યાદા નિરંતર તપ માટેની છે.
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy