SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૨ ઇસ્લામ મિત્રોમાં પણ રોજા રહેવાનો આવકારપાત્ર નિયમ છે. આખો દિવસ ઘૂંક પણ ઉતારતા નથી પણ રાત્રે હોજરીને બોજારૂપ ખોરાક ખાય છે. તે ઉપવાસ પણ આરોગ્યની દૃષ્ટિએ વાસ્તવિક કહી શકાય નહિ. ઉપવાસની વાસ્તવિકતા જૈન સમાજમાં સચવાઈ રહી છે. પણ કેટલાક લોકોની માન્યતા છે કે ઉપવાસમાં હિંદુ સમજ પ્રમાણે દહીંનું ધોળવું અથવા છાશ વાપરી શકાય છે. અને તેને પણ ઉપવાસ ગણી શકાય, પણ વાસ્તવિક રીતે તેને આદર્શ ઉપવાસ કહી શકાય નહિ. તેને જૈન દર્શન ઉણોદરી તપ તરીકે સ્વીકારે છે. વાસ્તવિક ઉપવાસ કે જે તપસ રૂપે મોક્ષનું સાધન ગણાય છે. તે તારૂપ ઉપવાસમાં ઉષ્ણજલ લઈ શકાય છે. આવા ઉપવાસ જૈન દર્શનમાં વિશેષ પ્રમાણે જોવા મળે છે. જૈન ઉપવાસ પદ્ધતિ વિધાન : ઉપવાસ કરનાર હોય તેના આગલા દિવસે સામાન્યરૂચિ પ્રમાણે પેટને બોજારૂપે ન ગણાય તેવો આહાર કરે. પોતાની રૂચી તથા શારીરિક પ્રવૃતિને અનુકૂળ ખોરાક લેવાય પણ તે ખોરાક કબજીયાત કરનાર ન હોવો જોઈએ. જે ખોરાક ઉપવાસના આગલા દિવસે લેવાય તે જો કબજીયાત કરનાર હોય તો તેમાંથી વાયુના રોગો થવાનો સંભવ છે. માટે અતિ ગરમ કે ભારે પદાર્થનું સેવન ન કરવું. આરોગ્ય શાસ્ત્રની દૃષ્ટિએ મગ, ચોખા, દૂધ, છાશ, દુધી વગેરે પદાર્થોનો ઉપયોગ કરી શકાય. તેમજ ગરમ દૂધમાં એક ચમચી શુદ્ધ ઘી નાંખીને પીવું જેથી પ્રાતઃકાલે પેટ સાફ આવી જાય. ઉપવાસની આગલી રાત્રિએ એકદમ શાંતિપૂર્વક વિશ્રાંતિ લેવી. નાટક, સિનેમાં તેમજ સટ્ટા બજારમાં જઈને અગર તો ચોપાટ, ગંજીપત્તાની રમતો રમી રાત્રિ જાગરણ કરવું નહીં અને બ્રહ્મચર્ય વિરોધી એક પણ આચરણ કરવું નહિ. બીજે દિવસે એટલે ઉપવાસ કરવાના દિવસે પ્રાતઃકાલે ઊઠી પોતાનું નિત્યકર્મ કરવું, ત્યારબાદ ઉપવાસના વ્રત-નિયમનો મનમાં દઢ નિશ્ચય કરી જેટલા નિયમોનું વિશુદ્ધપણે પાલન થાય તે પ્રમાણે ધર્મ મર્યાદાના પાલન માટે મુનિમહારાજ પાસે વ્રત ધારણા કરવું અર્થાત્ વ્રત ઉપવાસનાં પચખાણ કરવા. અને જે પ્રકારે ઉપવાસનો નિશ્ચય કર્યો હોય તે મુજબ નિશ્ચય કરી તે દિવસે કોઈ પ્રકારનું અન્ન ખાવું નહિ તથા ઉપવાસ સ્વીકાર કરવા વખતે જો પાણી પીવાની છૂટ રાખી હોય તો ઉષ્ણતલનો ઉપયોગ કરવો. ઉપવાસમાં પાણીનો ત્યાગ એકાદ દિવસના ઉપવાસમાં કરવો હોય તો તે પોતાની શારીરિક પ્રકૃતિ પર આધાર રાખે છે. પણ પાંચ, આઠ કે તેથી વધારે ઉપવાસ કરવા હોય તો પાણી અવશ્ય વાપરવું. કારણ કે તે હિતકર છે. આરોગ્ય શાસ્ત્રજ્ઞોની માન્યતા છે કે વધારે ઉપવાસ કરનાર વ્યક્તિ પાણીનો જેમ જેમ વધારે ઉપયોગ કરશે તેમ તેમ તેને ઉપવાસનો પરિશ્રમ ઓછો જણાશે એટલું જ નહિ પણ ઉપવાસના દિવસોમાં પાણીનો ઉપયોગ તે ઔષધની ગરજ સારે છે. શરીરમાં વાયુ-પિત્ત અને કફનો હિનયોગ, મિથ્થાયોગ
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy