SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ ૨ - ૨.૨ જૈન ધર્મના નૈતિક અને આધ્યાત્મિક તત્ત્વોના પરિપ્રેક્ષ્યમાં તપનું સ્થાન ૨૦ K.M. ચાલીને થાકી જનાર પિતાએ કહ્યું મને તો ખુબ થાક લાગ્યો છે. દીકરો કહે હું પણ ૨૦ K.M. આવ્યો પણ મને થાક નથી લાગ્યો. બાપ કહે... તને શેનો થાક લાગે ? તને તો મેં ઉંચકી લીધો હતો. બન્ને પહોંચ્યા, એક ચાલીને... એક ઉંચકાઇને. ખરેખર વર્તમાન કાળમાં આપણી પરિસ્થિતી કેટલી બધી વિકટ છે. આપણો પુરૂષાર્થ કેટલો નબળો છે કે જ્યાં સો ડગલા ચાલવાનું છે ત્યાં એક ડગલુ પણ માંડ ભરાય છે અને તે પણ આડુ અવળું. બાળક નવું-નવું ચાલતા શીખે એક ડગલુ ભરે ને પડે તો મમ્મી તરત તેડી લે અને જ્યાં જવું છે ત્યાં પહોંચાડી દે છે. તેમ આપણી પાસે પુરુષાર્થ ખૂબ ઓછો છે, પણ પ્રભુ ઉપર શ્રદ્ધા હશે તો કામ થઇ જશે. બસ આ જ શ્રદ્ધાથી તપ કરવામાં આવશે તો નૈતિકતા આવશે અને તેનાથી જે કામ કરવું હશે તે કામ કરી શકશું. નૈતિકતા જીવનના આદર્શની ઉપલબ્ધિ છે તે એક ગતિ છે જે આદર્શની ઉપલબ્ધિની દિશા તરફ જાય છે. નૈતિકતા એક ક્રિયા પણ છે એક માર્ગ પણ છે તે આદર્શની ઉપલબ્ધિનો પ્રયાસ હોવાથી ક્રિયા છે અને આદર્શોભિમુખ હોવાથી માર્ગ છે. તે એવી ક્રિયા છે જે અપૂર્ણતાથી પૂર્ણતા તરફ, બન્ધનથી મૂક્તિ તરફ, દુઃખથી દુ:ખમુક્તિ તરફ લઈ જાય છે. એ નૈતિકતા આવે છે તપ દ્વારા. તપથી નૈતિકતા ખીલી ઉઠે છે. તપથી નૈતિક હિંમત પ્રાપ્ત થાય છે. નૈતિક ચિન્તન એ શુભાશુભનો વિવેક છે અને તે વિવેક કોઈ ચૈતન્ય તત્ત્વમાં હોઈ શકે છે. નૈતિક સિદ્ધાન્તની પ્રતિષ્ઠાથી આત્મ સિદ્ધાન્તની પ્રતિષ્ઠા થાય છે. નૈતિકતા દ્વારા માણસના પોતાના વાસનાત્મક અને બૌદ્ધિક પક્ષની વચ્ચે થવાવાળો અન્તદ્વંદ્ર સમાપ્ત થઈ જાય છે જેનાથી જીવનમાં સંતુલનતા આવે છે. વ્યક્તિ અને સમાજની વચ્ચે પારસ્પરિક-સંબંધોમાં ઉચિત આયોજન થાય જેનાથી સમાજ અને રાષ્ટ્ર વચ્ચે એક એવી વ્યવસ્થાનું નિર્માણ થાય કે જીવન સમ્યક્ પ્રણાલીમય બની રહે. નૈતિકજીવનનું વ્યવહારિક લક્ષ હંમેશા આ જ રહ્યું છે કે જેના દ્વારા જીવનનું અસંતુલન, કુસંયોજન અને અવ્યવસ્થાને સમાપ્ત કરી એક સંતુલિત, સુસંયોજિત તથા વ્યવસ્થિત જીવનપ્રણાલી દ્વારા વિકસિત માનવ સમાજની સંરચના થઈ શકે છે. ૨૦૬ નૈતિકજીવન સમત્વની સ્થાપના કરે છે જેનાથી આંતરીક મનોવૃત્તિઓનો સંઘર્ષ, આન્તરિક ઇચ્છાઓનો સંધર્ષ, રાષ્ટ્રગત સંઘર્ષ, સમાપ્ત થઈ જાય છે. વૈજ્ઞાનિકોએ પણ જીવનની પ્રવૃત્તિને સંતુલન બનવાવાળી કહી છે. સંઘર્ષોનું નિરાકરણ કરવું જ નૈતિકતાનું સાધ્ય છે. જીવનમાં સમત્વ અને સંતુલન રહે એ જ નૈતિક આચરણ છે.
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy