SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ ૨ अन्तश्चेतो बहिश्चक्षुरधः स्थाप्य सुखसनम् । समत्वं शरीरस्य ध्यानमुद्रेति कच्चते ॥ (ગૌરક્ષાશતક ૬૫) આ પ્રકારે ધ્યાનમુદ્રા લગાવીને શરીષ્ય આત્માના સ્વરૂપનું ચિંતન કરવું. પિણ્ડસ્થ ધ્યાન છે. આત્માની કલ્પના આ પ્રકારે કરવી જોઈએ કે મારો આ આત્મા સર્વજ્ઞ ભગવાનની આત્માના તુલ્ય છે, પૂર્ણચન્દ્રવત્ નિર્મળ છે, કાંતિમાન છે, શરીરની અંદર પુરુષ આકૃતિવાળો થઈ સ્ફટિક સિંહાસન પર બિરાજમાન છે. આ પ્રકારની કલ્પના દ્વારા આંખોથી આત્માના સ્વરૂપનું દર્શન કરવું જોઈએ. પિડસ્થ ધ્યાનની પાંચ ધારણાઓ : (૧) પાર્થિવી ધારણા : ધારણાનો અર્થ છે બાંધવું, ધ્યેયમાં ચિત્તને સ્થિર કરવું ધારણા છે. धारणा तु क्वचिद ध्येय चितस्य स्थिर बंधनम् । (અભિધાન ચિંતામણિ ૧/૮૪) પોતાના શરીર તથા આત્માને પૃથ્વીની પતિવર્ણની કલ્પનાની સાથે બાંધવી તે પાર્થિવી ધારણા છે. આ ધારણામાં મધ્યલોકને ક્ષીર સમુદ્રસમાન નિર્મળ જળથી પરિપૂર્ણ હોવાની કલ્પના કરે. તેના મધ્યભાગમાં જંબુદ્વિપ સમાન સુર્વણથી ચમકતા હજાર પત્રવાળા કમળની કલ્પના કરે. કમળના વચ્ચેના ભાગમાં જ્યાં કર્ણિકા હોય છે. તેના પર સોનામય મેરુપર્વતની આકૃતિનું ચિંતન કરે અને પછી વિચારે તે મેરુપર્વતના શિખર ઉપર પાંડુકવનમાં પાડુંકશીલા ઉપર સ્ફટીકરત્નમય સિંહાસન છે. એને હું (આત્મા) તે સિંહાસન પર બેઠો છું. સાધક જ્યારે આ પ્રકારના દ્રશ્યની કલ્પના કરે છે. તો તેનું મન ખૂબ જ શાંત અને સૌમ્ય બની જાય છે. શીતળતાનો અનુભવ થાય છે. આ ક્લ્પનામાં મન એકરૂપ થવાથી સ્થિરતા આવી જાય છે. યાજ્ઞાવલક્યના કથનાનુસાર પૃથ્વી ધારણા સિદ્ધ થવા પર શરીરમાં કોઈ પ્રકારનો રોગ નહિ રહે. (૨) આગ્નેયી ધારા : આત્મ સિંહાસન પર વિરાજમાન થઈને નાભિની અંદર હૃદય તરફ ઉપર મુખ કરેલી ૧૬ પાંખડીવાળો લાલ કમળની કલ્પના કરે છે. તે પાંખડીઓ પર ગ, ગ, રૂ, રૂં, ૩, ૪, ૠ, ૠ, જી, જી, હૈં, તે, ઓ, ગૌ, ગં, : આ ૧૬ સ્વરોની સ્થાપના કરવામાં આવે છે. તથા કમળના મધ્યમાં અક્ષરની કમળની ઉપર અને હૃદયની નીચે તરફ મુખ રાખેલું આઠ પત્રવાળો એક માટીના રંગવાળો કમળ બનાવવો જોઈએ. તેના પ્રત્યેક પત્રો પર કાળ રંગથી લખેલા આઠ કર્મો એ આઠ કર્મોનું ચિંતન કરવું જોઈએ. જ્યાં ‘હં’ લખેલો છે ત્યાં રેફમાંથી ધુમાડો નીકળતો હોય એવી કલ્પના કરવામાં આવે છે. તેની સાથે રક્તવર્ણની જ્વાળાઓને જુઓ. તે જ્વાળા મોટી થતી થતી આઠ કર્મોને બાળે છે અને કમળના મધ્યભાગને છેદીને ઉપર માથા સુધી પહોંચે તેવી કલ્પના કરો. પછી વિચારો જ્વાળાની એક રેખા જમણી બાજુ અને એક રેખા ડાબી બાજુ નીકળી રહી છે. બંને રેખાઓ નીચે આવતા મળી જાય છે. અને એક અગ્નિમય રેખા બને છે તે આકૃતિથી શરીરની બહાર ૧૯૦)
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy