SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ કેટલાક બાવા વૈરાગીઓ કે જેઓ ધુણીઓ તપે છે, રાતદિવસ ઊભા જ રહે છે, લોઢાના સળીયાવાળી બાણ શય્યા પર શયન કરે છે, વિવિધ જાતના તપ કરતા હોય, સામેથી કષ્ટો ને આમંત્રણ આપી સહન કરતા હોય આ સર્વના મૂળમાં કાયક્લેશ છે પણ કાયક્લેશ સાથે જો આત્મશાંતિ સાધક વિવેક હોય તો જ તે તપ રૂપ ગણાય છે. નહિ તો એક પ્રકારની ભ્રમણા જ ગણાય છે. ઉચ્ચ કોટિના જ્ઞાનીઓનું મંતવ્ય છે કે આત્મકલ્યાણ માટે દ્વંદોનું સહન કરવું તે એક પ્રકારની શરીર પરની મૂર્છા મમત્વનો ત્યાગ છે. અને આદર્શ સંયમી જીવનમાં પુગલિક દ્રવ્યોના પૂંજરૂપ શરીર પ્રત્યેની મૂર્છા ન હોય તે વધારે ઇષ્ટ છે. કારણ કે શરીર પ્રત્યેની મૂર્છા એ આત્મ સાધનોમા બાધક છે. એ દ્રષ્ટિકોણથી કાયક્લેશને પણ એક પ્રકારનું તપ માનવામાં આવ્યું છે. કાયક્લેશની દાર્શનિક ભૂમિકા ૧૩૩, - કાયાને કષ્ટ આપવું, દેહનું દમન કરવું, ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો આ શબ્દો પાછળ આધ્યાત્મિક ચિંતન છે. ભારતીય અધ્યાત્મ દર્શનની પૃષ્ઠભૂમિ છે. સંસારમાં પહેલેથી જ બે પ્રકારના દર્શન ચાલ્યા આવે છે. (૧) જડવાદી દર્શન (૨) આત્મવાદી દર્શન. જડવાદી દર્શન શરીરને જ પ્રાધાન્ય આપે છે. શરીરથી ભિન્ન આત્મા નામના તત્ત્વની કલ્પના જ એના મગજમાં નથી આવતી તો પછી પરલોક, પૂર્વજન્મ, પુનર્જન્મ તો ક્યાંથી માનશે માટે કહ્યું છે કે પન્હાવાનેય તોજોયું યાવાનિન્દ્રયશોવર: । - ૨ भद्रे वृक पदं पश्य यद् वपन्ति बहुश्रुताः ॥ (ષડદર્શન સમુચ્ચય ૮૧) જેટલું આંખો દ્વારા દેખાય છે. બસ એટલો જ સંસાર છે. તેનાથી આગળ કાંઈ નથી. આત્માપરમાત્મા આ બધી કપોલ કલ્પના છે પરલોક કોણે જોયો છે ? તો પછી કષ્ટ શા માટે સહન કરવું? આ જડવાદીની માન્યતા છે. આત્મવાદી કહે છે કે - देहोऽहमिति या बुद्धिः अविद्या स्व प्रकीर्तिता । नाडहं वेदश्चिदात्मेति बुद्धि विद्यति ॥ (અધ્યાત્મ રામાયણ અયોધ્યા કાંડ ૪/૩૩) હું દેહ છું. આ બુદ્ધિનું નામ અવિદ્યા છે, અજ્ઞાન છે અને હું દેહથી ભિન્ન ચેતન આત્મા છું. આ બુદ્ધિનું નામ વિદ્યા અથવા જ્ઞાન છે. આ જ વાત ભદ્રબાહુ સ્વામી પણ કહી રહ્યા છે. अन्नंइमं शरीरं अन्नो जीवुत्ति एव कयबुद्धि । दुक्खपरिकिलेसकरं छिदं ममत्तं शरीराओ ॥ (આવશ્યક નિર્યુક્તિ ૧૫૪૭)
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy