SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા દર્શન, ધર્મ અને વિજ્ઞાન આ ત્રણેય અવિનાભાવી સંબંધથી રહેનાર તત્ત્વો છે. એકની અપૂર્ણતા હોય તો તે ધર્મ, દર્શન કે વિજ્ઞાન કહી શકાય નહીં, આ ત્રણેયની અણીશુદ્ધતા જૈનદર્શનમાં જોઈ શકાય છે. પ્રકરણ (૧) બાહ્યતપ (૨) અત્યંતર તપ. (૧) બાહ્યતપ : બહારમાં દેખાવાવાળો તપ. જે તપની સાધના શરીરથી વધારે સંબંધ રાખે છે અને તે કા૨ણે તે બહારમાં દેખાય છે. તે તપ સાધના બાહ્ય કહેવાય છે.જેમ ઉપવાસ, કાયક્લેશ, અભિગ્રહ, ભિક્ષાવૃત્તિ આ વિધિઓ બહારથી દેખાય આવે છે. इन्दियाणि कसायेप गाखे य किसे उरु । णो वयं ते परांसामो किसं साहु शरीरगं ॥ (૨) અભ્યન્તર તપ : અંતર થવાવાળી શુદ્ધિ પ્રક્રિયા, જેનો સંબંધ મન સાથે વધારે છે. મનને માંજવું, સરળ બનાવવું, એકાગ્ર કરવું અને શુભ ચિંતનમાં લગાવવું આ અભ્યન્તર તપ છે. જેમ ધ્યાન, સ્વાધ્યાય વિનયાદિ. - જેમ સિક્કાની બંને બાજુ જરૂરી છે. તેમ બાહ્ય તથા અભ્યન્તર તપ પણ જરૂરી છે. આચાર્ય સંઘદાસગણિએ પણ કહ્યું છે કે ૨ न केवलमयं कायः कर्शनीयो मुमुक्षुभिः । नाप्यु त्कटरसैः पोण्यो मृषं रिजैश्च वल्भनैः ॥ (મહાપુરાણ) (નિશીથભાષ્ય ૩૭/૫૮) અમે મારા અનશન આદિથી કૃષ દુર્બળ ક્ષીણ થયેલા શરીરની પ્રશંસા કરવાવાળા નથી. વાસ્તવમાં તો વાસના, કષાય અને અહંકારને ક્ષીણ કરવા જોઈએ. જેની વાસના ક્ષીણ થઈ ગઈ હોય એની અમે પ્રશંસા કરીએ છીએ. આના ઉપરથી ખ્યાલ આવશે કે જૈનધર્મ સંતુલનવાદી અને સમન્વયવાદી દ્રષ્ટિ આપે છે. બાહ્યતપ ૫૨ એકાન્તભાર નથી આપતા પરંતુ સંતુલિત આચારનું જ સમર્થન કરે છે. આચાર્ય જિનસેનજીનો પણ આ જ સ્પષ્ટ મત છે. दोष निर्हरणायेष्टा उपवासध प्रकम्पः । प्राण संभारणायायम् आहारः सूत्रदर्शितः ॥ ૧૦૨ શરીરને કૃષ અને ક્ષીણ એકદમ ન કરવો જોઈએ તથા મનને ગમે તેવા ભોજન કરાવીને ચિલાપણું પણ ન બનાવવું જોઈએ. (મહાપુરાણ પર્વ ૨૦)
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy