SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૧ જ એક એવું પ્રાણી છે કે જે કર્મોના બંધ અને અનુબંધની ફિલોસોફીને વિચારી શકે છે અને તેને યોગ્ય જે કંઈ આચરણમાં મૂકવું હોય તેને મૂકી શકે છે. તો આવો, આપણે એ વિચારીએ કે કર્મોના તે બંધ અને અનુબંધને શી રીતે તોડવા ? એને કોઈ ટૂંકામાં ટૂંકો રસ્તો છે કે નહિ ? અનંત કાળથી આપણા આત્મામાં અનંતી કર્મવર્ગણાઓ અને અનંત અધ્યવસાયોની તીવ્રતાથી અનંત સંસ્કારો પડેલા છે. ખાવાના, પીવાના, હરવા, ફરવાના, કાવાદાવાના અને વિશ્વાસઘાતોનાં હિંસા-જૂઠ અને ચોરીઓના એવા અનંત સંસ્કારોથી આ આત્મા ઘેરાયેલો છે. અનંત કાળથી આત્માના પ્રદેશ ઉપર થયેલી આટલી જમાવટ શી રીતે તોડવી ? કોઈ છે એવો ટૂંકો માર્ગ? જે અંનત કાળથી આત્મા ઉપર લાગેલા કાર્મણ વર્ગણાના ડેરાતંબૂઓ સળગાવીને સાફ કરે, કલાકમાં સાફ કરે, એકાદ ભવમાં સાફ કરે, અરે ! સાત-આઠ ભવમાંય સાફ કરે તોય વાંધો નથી. જે લાખ ટન રૂની ગંજીને ખડકતા પાંચ-પંદર વર્ષો લાગે છે તેને ખતમ કરવા એક ચિનગારીને માત્ર પાંચ મિનિટ જ લાગે છે. એ જ રીતે અનંત કાળની આ કામર્ણવર્ગણાઓ રૂપી રૂની ગંજીની ગંજીઓને કોઈ એકાદ ચિનગારી સળગાવીને સાફ કરી નાંખે એવી ચિનગારી છે કે નહિ ? કર્મના બંધ પણ તૂટી જાય અને અનુબંધ પણ તૂટી જાય એવો કોઈ રસ્તો છે કે નહિ ? હા, એવો રસ્તો છે અને તે છે ‘તપ’. તપ એક એવું અમોઘ સાધન છે કે જે કર્મોના ભૂક્કેભૂક્કા બોલાવી દે છે. જેનાથી આત્માનો પરમપ્રકાશ ખીલી ઊઠે છે. જેમ સૂર્ય પૃથ્વીના પટાંગણમાં અજવાળું ફેલાવી રહ્યો છે. બરાબર એ જ સમયે આકાશમાં વાદળા આવી જતા સૂર્યને ઢાંકી દે છે. જેના કારણે પ્રકાશની માત્રા ઘટી જાય છે, પરંતુ હવાનું જોર વધતા અને વાદળો પણ ખસી જતા ફરી સૂર્યનું જોર વધી જાય છે. બસ એવી જ રીતે આત્મારૂપી સૂર્ય ઉપર કર્મો રૂપી વાદળા આવી જતા આત્માના તેજમાં આવરણ આવી જાય છે, પરંતુ તપ રૂપી હવા દ્વારા કર્મરૂપી વાદળો ખસી જાય છે ત્યારે ફરી આત્માનું તેજ જેવું હતું તેવું થઈ જાય છે. ૮૭ જીવમાત્રને સત્કારીએ અને પાપમાત્રને ધિક્કારીએ અને સાથે સાથે તપના મંગળ માર્ગે પ્રયાણ કરીએ તો જ તપનું મહત્ત્વ સમજી શકાશે. પૌદ્ગલિક સુખની તૃષ્ણાથી દીન બનેલા પુરુષો જે કષ્ટ સહન કરે છે અથવા જે લોકસંજ્ઞાથી પરાધીનપણે દીન વૃત્તિથી આહારના ત્યાગરૂપ તપ કરે છે તે તપ નથી, કારણ કે કષાયના ઉદયથી થતું હોવાને લીધે અને કર્મબંધનું કારણ હોવાથી આસવરૂપ છે.
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy