SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૧ શ્રીમદ્ ભાગવદ ગીતામાં તપના ત્રણ પ્રકાર બતાવ્યા છે. જેમકે સાત્વિક, રાજસ અને તમસ. નિષ્કામ યોગીજનો દ્વારા પરમ શ્રદ્ધાપૂર્વક કરેલા તપને સાત્વિક તપ કહેવામાં આવે છે. જે તપ માન, પ્રતિષ્ઠા, આદર, સત્કાર અને ભૌતિક સુખ માટે કરવામાં આવે છે તેને રાજસ તપ કહે છે. જે તપ મૂઢતાપૂર્વક હઠથી અસંગત ભાવથી બીજાનું અનિષ્ટ કરવામાં આવે છે તે તામસિક તપ છે. જૈન દર્શન ઉત્કૃષ્ટ મંગળ સાત્વિક તપને જ તપ માને છે. બાકીના બે ભેદ માત્ર કર્મબન્ધના કારણ છે. આવું તપ અગર કોઈ અનંત વખત કરશે તો પણ કર્મ ખપશે નહિ પરંતુ નવા કર્મ બંધાતા જશે. સાધના પદ્ધતિમાં તપ તમામ તીર્થંકરો તેમજ વિશેષ કરીને મહાવીરનું જીવન જ જૈન સાધનામાં તપના સ્થાનનું સબળ પાસું છે. ભગવાન મહાવીરના સાધનાકાળ સાડાબાર વર્ષ દરમ્યાન લગભગ અગિયાર વર્ષ તો નિરાહાર ગણવામાં આવે છે. ભગવાન મહાવીરનો આ સંપૂર્ણ સાધનાકાળ સ્વાધ્યાય, આત્મચિંતન, ધ્યાન અને કાયોત્સર્ગથી ભરેલો છે. જે આચારદર્શનનો સિલસિલો પોતાના જાગૃતજીવનમાં તપનું ઉજજવળતમ ઉદાહરણ છે. તેમની સાધના પદ્ધતિ તપશૂન્ય કેવી રીતે બની શકે ? તેમનું તપોમય જીવન જ ભૂતકાળથી વર્તમાન સુધી તમામ ને તપસાધનાની પ્રેરણા આપે છે. આજે પણ ઘણા સાધકો એવા મળે છે કે ૮, ૧૦ કે ૧૬ દિવસના જ નહિ પરંતુ ૩૦, ૬૦ કે તેથી વધારે દિવસના ફક્ત ઉકાળેલા પાણી પર રહીને તપસાધના કરે છે. જૈન સાધના સમન્વયોગની સાધના છે અને આ સમત્વયોગ આચરણના વ્યવહારિક ક્ષેત્રમાં અહિંસા બની જાય છે અને આ જ અહિંસાને નિષેધાત્મક સાધના ક્ષેત્રમાં સંયમ કહેવામાં આવે છે અને એ સંયમ જ ક્રિયાત્મક રૂપમાં તપ છે. અહિંસા, સંયમ અને તપ એકબીજાના પર્યાયવાચી શબ્દ પ્રયોગ છે. અહિંસા, સંયમ અને તપ મળીને જ ધર્મના સમગ્ર સ્વરૂપનો પરિચય કરાવે છે. સંયમ અને તપ એ અહિંસાની બે પાંખ છે. જેના વિના અહિંસાની ગતિ તથા વિકાસ અવરોધાઈ જય છે. તપ અને સંયમથી યુક્ત અહિંસાધર્મની મંગલમયતાનો ઉદ્ઘોષ કરતા જૈનાચાર્ય શäભવજી સ્વામી કહે છે કે “ધર્મ મંગલમય છે. પણ કયો ધર્મ ? જે ધર્મ અહિંસા, સંયમ અને તપથી યુક્ત છે. તે ધર્મ સર્વોત્કૃષ્ટ મંગલમય છે. જે આ ધર્મમાં પાલનમાં દત્તચિત્ત છે. તેને મનુષ્યો તો શું દેવતા પણ નમસ્કાર કરે છે. / ૧ / धम्मो मंगल मुक्किळू अहिंसा संजमो तवो । તેવા વિ તં નમંતિ નસ ધને સયા મળો | (દશવૈકાલિક સૂત્ર - ૧-૧)
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy