SearchBrowseAboutContactDonate
Page Preview
Page 694
Loading...
Download File
Download File
Page Text
________________ દુર્લભ એવો મનુષ્યદેહ ૬૭૧ કોઈ એમ કહે કે હું ૧૩ મા ગુણસ્થાનકમાં આવી ગયો છું, તો વિચારવું કે ૧૩ મા ગુણસ્થાનકે પરમ ઔદારિક શરીર થઈ જાય છે, જ્યારે તારું શરી૨ ૫૨મ ઔદારિક નથી થયું. શરીરમાંથી સાત મલિન ધાતુઓનો નાશ થઈ જાય એ કેવળજ્ઞાનનો અતિશય છે. પાંચ હાથ કાયા ઉપર જતી રહે છે. જ્યારે તું તો હજી જમીન ઉપર છો. તારી માન્યતા ગમે તે હોય, પણ સદ્ગુરુના કહેવા પ્રમાણે જે નિગ્રંથપણું છે એ પ્રમાણે હોવું જોઈએ. કેવળજ્ઞાનના બાહ્ય લક્ષણો પણ નથી, તો અંદરમાં તો ક્યાંથી હોય ? એવું અંદરમાં હોય તો તને આવો વિકલ્પ આવે જ નહીં. કેમ કે કેવળજ્ઞાન હોય તો અખંડપણે નિર્વિકલ્પપણું હોય. તને આટલા બધા વિકલ્પ કેમ આવે છે કે હું બારમા ગુણસ્થાનકે છું ! અરે ! બારમા ગુણસ્થાને આટલા વિકલ્પ હોય જ નહીં. ત્યાં તો મોહનીય કર્મનો અભાવ છે. આવા અજ્ઞાનીને માનનાર પણ લાખો માણસો છે. જુઓ! આ પંચમકાળમાં મિથ્યાત્વ કેવું ગાઢું હોય છે ! અત્યારે નિગ્રંથ માર્ગમાં માનનારા માંડ થોડા છે અને એમાંય ઓળખીને માનનારા તો એક ટકોય નહીં હોય. આ તો ઓઘસંજ્ઞાએ જીવ જે દર્શનમાં છે એ દર્શનને માને છે. સાચું જૈનદર્શન શું છે એ માનવાવાળા તો કોઈ વીરલા સમ્યક્દષ્ટિ જીવો કે જેઓ એમના આશ્રયવાન હોય છે, બાકીના બધા જૈનો જૈનાભાસી છે. જૈનો પણ જૈનાભાસમાં આવી જાય છે એ બહુ અગત્યની વાત જ્ઞાનીપુરુષોએ કહી છે. શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિથ માર્ગનો સદાય આશ્રય રહો. પહેલા સદ્ગુરુ કોને કહેવાય એ નક્કી કરો, તે પછી એમના કહેલા માર્ગને નક્કી કરો, તે પછી એ નિગ્રંથમાર્ગનો આશ્રય કરો. સાચો આશ્રય હશે તો તમારું અવશ્ય કલ્યાણ થશે. ધર્મ જિનેશ્વર ગાઉં રંગશું ભંગ મ પડશો હો પ્રીત જિનેસર, બીજો મન મંદિર આણું નહીં, એ અમ કુલવટ રીત જિનેસર. - શ્રી આનંદઘનજી મહારાજકૃત ધર્મનાથજિન સ્તવન સ્વપ્નામાં પણ સદેવ-ગુરુ-ધર્મ સિવાય બીજા અસદેવ-અસદ્ગુરુ અને અધર્મની ભજના-આશ્રય ન થાય. એટલી દૃઢતા કરવાની છે. વર્તમાનમાં મળે ન મળે એ અલગ વસ્તુ છે, પણ એમનું સ્વરૂપ-એમના ગુણો આવા હોય, એમની દશા આવી હોય એટલો તો દૃઢ નિર્ણય જોઈએ - બહારમાં ને અંદરમાં. જ્યારે ઉત્તમ મુમુક્ષુતા આવે અને પાત્રતા થાય ત્યારે એવો દૃઢ નિર્ણય થાય, બીજી રીતે ન થાય.
SR No.023251
Book TitleDhyey Siddhi
Original Sutra AuthorN/A
AuthorGokulbhai C Shah
PublisherSahajatmaswarup Paramguru Trust
Publication Year
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy