SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૯ દુર્લભ એવો મનુષ્યદેહ લેવા દેવા કે નિસ્બત છે નહીં. તો એની વાત સાંભળવામાં સમય શા માટે વેડફવા દેવો? જરૂર શું છે? અને એક ભવની સગાઈ છે. અહીંથી ગયા પછી કોણ કોનું છે? કોણ યાદ રાખે છે? આપણને આગળના ભવોનું કંઈ યાદ નથી, તો પછી આ ભવનું આવતા ભવમાં ક્યાંથી યાદ હશે? અત્યારે જે કર્યું છે એ બધું આવતા ભવમાં પાછા ભૂલી જવાના છીએ. ત્યાં નવા સંયોગ સંબંધ થશે ને એના વિકલ્પો ચાલશે. આવી રીતે અનાદિકાળથી જે જે સંયોગોમાં આવ્યો છે, તે તે સંયોગોના વિકલ્પોમાં જ મોટાભાગના અજ્ઞાની જીવોનું જીવન પૂરું થઈ જાય છે. ( તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચયે છે. ] સંયોગ છે તેનો વિયોગ થવાનો, થવાનો ને થવાનો. તમારે અત્યારે અમદાવાદનો સંયોગ છે, પણ કાલે તેનો વિયોગ થશે અને મુંબઈના સંયોગનો વિયોગ તો ખરો કે નહીં? મુંબઈ પણ ક્યાં સુધી રહેવાનું? એ પણ સંયોગ છે. એનો પણ વિયોગ થવાનો. એક માત્ર સિદ્ધલોકમાં અસંયોગી અવસ્થા છે, જ્યાં કોઈ સંયોગ નથી. કર્મના સંયોગ નથી ને દેહના પણ સંયોગ નથી. માત્ર એક લોકાગ્રે એમનો આત્મા જઈને બિરાજમાન થયો છે અને કોઈ કર્મ પણ એવું નથી કે જેના કારણે એમને આઘુંપાછું થવું પડે. એવી અદ્ભુત સ્થિરતા થઈ ગઈ છે. અનાદિકાળથી ઉદય અનુસાર ઈષ્ટઅનિષ્ટના સંયોગવિયોગ ચાલ્યા જ કરે છે. એમાં લેપાવા જેવું નથી. જે સંયોગ છે, તે જવાના છે. કાં તો એ જશે અને કાં તો આપણે જવાનાં, છૂટા પડવાનું છે. ક્યાં સુધી ભેગા રહેવાનું છે? સંયોગ વિયોગમાં હરખ શોક ન થાય એણે જ્ઞાન પચાવ્યું કહેવાય. ઈષ્ટ કે અનિષ્ટના સંયોગ કે વિયોગમાં ભાવમાં વિષમતા ન આવે એણે જ્ઞાનને પચાવ્યું કહેવાય. અને જો આવે તો એનું જ્ઞાન ગેરહાજર કહેવાય. પરમકૃપાળુદેવે કહ્યું છે, અવિષમભાવ વિના અમને પણ અબંધપણા માટે બીજો કોઈ અધિકાર નથી. મૌનપણું ભજવા યોગ્ય માર્ગ છે. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૮૨૩ જ્ઞાની કહે છે કે અવિષમ ઉપયોગ વગર અમને પણ અબંધપણા માટે કોઈ અધિકાર નથી. અમારા પરિણામ વિષમ થાય તો અમને પણ પરિણામ અનુસાર બંધ પડે છે. કોઈ પણ જીવ હોય, એના જેવા પરિણામ હોય એને અનુરૂપ એને બંધ પડવાનો. શુભ હોય તો શુભ, અશુભ હોય તો અશુભ. સમયે સમયે કર્મબંધ ચાલે છે અને આપણે ગાફેલ છીએ. સત્સંગમાં બેસીએ ત્યાં સુધી થોડી જાગૃતિ રહે. બાકી ધર્મની કોઈપણ ક્રિયાઓ કરીએ છીએ એમાં પણ
SR No.023251
Book TitleDhyey Siddhi
Original Sutra AuthorN/A
AuthorGokulbhai C Shah
PublisherSahajatmaswarup Paramguru Trust
Publication Year
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy