SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ મંત્રની માળા તો, પરમગુરુ કેવા છે ? નિગ્રંથ અને સર્વજ્ઞદેવ. નિગ્રંથ એટલે ચોવીસ પ્રકારના પરિગ્રહોથી રહિત છે. દસ પ્રકારના બાહ્ય પરિગ્રહ છે અને ચૌદ પ્રકારના અત્યંતર પરિગ્રહ છે, આ સર્વ પ્રકારના પરિગ્રહથી રહિત હોય તે પૂર્ણ નિગ્રંથ કહેવાય અને અંશે નિગ્રંથ કોને કહેવાય ? તો કે જેણે મિથ્યાત્વની ગ્રંથિને છેદી છે તે અંગે નિગ્રંથ છે. સદ્ગુરુ અને ભગવાન આવા નિગ્રંથ છે. એમનો આપેલો આ મંત્ર છે - ‘પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞ દેવ.’ ઉપયોગની વિશુદ્ધિ થશે, જેટલો લસોટાય તેટલો લસોટો – શ્વાસેશ્વાસે અને જીવો ત્યાં સુધી. એવા સંસ્કાર નાંખો કે પરભવમાં પણ તમે જ્યાં જાવ ત્યાં નાની ઉંમરમાં ઘોડિયામાં સુવાડીને તમારી મા હિંચોળતી હોય ત્યારે તમે રડવાની જગ્યાએ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્ર બોલતા હોય, આટલો એ મંત્રને અંદરમાં વણી લો. જુઓ ! મોકો મળ્યો છે, ચૂકશો નહીં અને આ ગયા પછી અનંતકાળમાં આ મનુષ્યનો જન્મ, જિનેન્દ્રનો ધર્મ અને જ્ઞાનીઓએ આપેલો મંત્ર એ પ્રાપ્ત થવા પરમ દુર્લભ છે. આ મળ્યું છે તો હવે તમામ કાર્યો ગૌણ કરી નાખો. તમને અત્યારે લાગશે કે આટલી બેઠી આવક છે, મારે કાંઈ કરવાનું નથી અને છતાંય ? હા, એમાંય રોકાવા જેવું નથી. એ બધા અશાંતિના બીજ છે અને વિકલ્પોની ફેક્ટરી છે. ચૌદ પ્રકારના પરિગ્રહો છે - એક મિથ્યાત્વ, ચાર કષાય અને નવ નોકષાય. આ ચૌદ પ્રકારના અત્યંતર જે વિકલ્પો થાય છે એ ગ્રંથ-ગાંઠ છે એને છેદવાની છે. ક્રોધ, માન, માયા, લોભ એટલે રાગ-દ્વેષમાં બધા સમાવેશ પામી જાય છે. સાધના એટલે શું ? ગમે તેવા ઉદયો કે નિમિત્તો આવે તેમાં રાગ-દ્વેષ, મોહના ભાવો થવા દેવા નહીં. જેટલા અંશે ઘટાડી શકાય તેટલા અંશે ઘટાડવાં. આ જ સાધના છે. સમતાભાવની સાધના છે. આત્માનું રક્ષણ કરનારો એક માત્ર પોતાનો વીતરાગભાવ છે, એ સિવાય આ આત્માનું કોઈ રક્ષણ બહારમાં કરી શકે નહીં. ૬૩૪ ચત્તારિ શરણં પવામિ, અરિહંતે શરણ પવામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહૂ સરણું પવજ્જામિ, કેવલી પત્રતં ધમ્મ શરણં પવજ્જામિ. આ ચાર વ્યવહા૨થી શરણ છે. સાચું શરણ પોતાના વીતરાગભાવમાં છે. સાચી સમજણ આવશે તો એ વીતરાગભાવ ટકશે અને એની વૃદ્ધિ થશે તથા ક્રમે કરીને તમે સંપૂર્ણ વીતરાગ થશો. વીતરાગતા એ જ ધર્મ છે. તમે ભલે ગમે તેટલા ત્યાગી હો, પંડિત હો કે સાધક હો પણ જો કષાયને આધીન થઈ જતા હો તો તમારી બધી સાધના ધોવાઈ જાય છે, એનો કોઈ અર્થ રહેતો નથી.
SR No.023251
Book TitleDhyey Siddhi
Original Sutra AuthorN/A
AuthorGokulbhai C Shah
PublisherSahajatmaswarup Paramguru Trust
Publication Year
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy