________________
ત્રણ મંત્રની માળા.
૬૩૧ જુઓ ! મારો ઢગલો છે ત્યાં કાન લગાડશો તો રામ-રામનો અવાજ આવશે !' રાજાએ એ ઢગલામાં પડેલાં થોડા છાણા ઉપર કાન લગાડ્યા. તો એ બધાયમાંથી રામ-રામનો અવાજ આવ્યો. રાજા ચોંકી ગયો ! “ઓહો ! મારા રાજમાં આવા ભક્તો છે કે જેના છાણામાંથી રામરામનો અવાજ આવે છે !” પછી બાજુના પડોશીનો ઢગલો ચેક કર્યો તો એમાંથી પચ્ચીસેક છાણાં રામ-રામના અવાજવાળા નીકળ્યા, બાકી બધા રામ વગરના! એટલે રાજાએ તે માણસને પકડ્યો અને લાલ આંખ કરી એટલે તેણે તરત કબૂલી લીધું. તેને સજા કરી, પણ માજી વચમાં પડ્યા અને કહ્યું કે, “જુઓ ! મારો પરભવનો લેણિયાત હતો એટલે લઈ ગયો, મેં દેવું ચૂકવી દીધું. એને જવા દો. એને સજા કરશો નહીં.' કહેવાનો મતલબ એ કે જનાબાઈને રામનામનો જાપ ચોવીસ કલાક ચાલતો..
જાપ પોતાના કલ્યાણ માટે કરવાના છે. તે સિવાય જગતની જે કંઈ પ્રવૃત્તિઓમાં તમે ઉપયોગ રાખો છો તેનાથી જે નુક્સાન થાય છે તે પોતાને જ થાય છે. ધંધાના, દુનિયાના, સગાંવહાલાંના કે મિત્રોના જે કંઈ વિકલ્પો કરો છો તે બધા અશુભ છે. ઉપયોગ ફેરવવાની રમત આપણે શીખ્યા નથી. આ મંત્રના માધ્યમથી શીખવાની છે. ગમે તે થાય, ગમે ત્યાં બેઠા હો, ચાલતા હો, ગમે તે ક્રિયા થતી હોય પણ અંદરમાં મંત્ર ચાલવો જોઈએ. બહેનો! કાલથી પ્રયોગ કરો અને અઠવાડિયા પછી તમે જે રોટલી બનાવો તેમાંથી સહજાત્મસ્વરૂપ પરમગુરુનો , અવાજ આવવો જોઈએ. એ અવાજ આવે તો તમારો જાપ સાચો. રોમેરોમ એ થવું જોઈએ. તમારે તમારું સ્મરણ કરવાનું છે, તમારે તમારો આશ્રય કરવાનો છે, તમારે તમારા આશ્રય દ્વારા તમારા પોતાના ઘરમાં જવાનું છે. જે કરી શકીએ તેમ છે તે તમે કરતા નથી અને પરમાં તમે ફેરફાર કરવા નીકળ્યા છો. ખરેખર તો, પરમાં કંઈ કરી શકતા નથી અને સ્વમાં કંઈ કરવાનું નથી. “સ્વ” તો અનાદિકાળથી અનંતકાળ સુધી જેવું છે એવું ને એવું જ છે. માત્ર તેને જોવાનું છે. એમાં કંઈ ફેરફાર કરવાના નથી. આત્માના ત્રિકાળી ધ્રુવ સ્વભાવની અંદર કોઈ ફેરફાર થઈ શકે નહીં. એ તો જેવો છે તેવો અનાદિકાળથી અનંતકાળ સુધી રહેવાનો.
આ ઉપયોગની રમત છે. ઉપયોગને સ્વરૂપમાં એકત્રિત કરવા, કેન્દ્રિત કરવા, એકાગ્ર કરવા માટે આ મંત્રજાપ એ માધ્યમ છે. તો, પરમગુરુ પરમાત્મા જેવો જ હું સહજાત્મસ્વરૂપ છું. “સહજાત્મસ્વરૂપ તે જ હું, સહજાત્મસ્વરૂપ તે જ હું, સહજાત્મસ્વરૂપ તે જ હું એમ ઉપયોગ અંતર્મુખ વાળતાં આત્માનું જે અંદરમાં અસ્તિત્વ છે તે અસ્તિત્વ નજરાય તો તમારો બેડો પાર. મંત્રના માધ્યમથી અસ્તિત્વ નજરાવું જોઈએ કે હું તો આ છું; આ સિવાય હું કશું નથી અને આ