SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૦ છ પદનો પત્ર પલમેં પ્રગટે મુખ આગલસે; જબ સદ્ગુરુચર્ન સુપ્રેમ બસે. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૫ માટે ફરી ફરી સત્સંગ, સલ્લાસ્ત્ર અને પોતામાં સરળ વિચારદશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લેવો યોગ્ય છે. સત્સંગ અને સત્શાસ્ત્રનું અવલંબન વિશેષ લો. વારંવાર લો. એકની એક વાત વારંવાર સાંભળશો તો એ વિચારો અને સંસ્કારો દઢ થશે. એ એટલા બધા દઢ થશે કે ભવાંતરમાં પણ તે આપણી સાથે આવશે. જે જે વાસનાઓ પૂર્વે સેવીને આવ્યા છીએ, જે જે આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા આ કાળમાં આપણી પાસે આવી છે. પૂર્વે નાંખેલી છે. તેવી જ રીતે આ ભાવ અત્યારે આપણે નાંખીશું તો આ ભાવ પણ પછીના ભવમાં આવશે. પરમકૃપાળુદેવને સાત વર્ષની ઉંમરે જાતિસ્મરણશાન થયું હતું અને તે નાની ઉંમરે વિશેષ દશાની વૃદ્ધિનું કારણ બન્યું હતું. તે કેવી રીતે થયું? તો પૂર્વનું લઈને આવ્યા હતા. અને વર્તમાનમાં એવા નિમિત્ત મળતાં જાગી જાય છે. કોઈપણ કાર્ય નિષ્ફળ નથી જતું. આપણે આ સત્સંગ કરીએ, સ્વાધ્યાય કરીએ, સાધના કરીએ તે નિષ્ફળ નથી જતી. સમયે સમયે જે પરિણામમાં આપણો ઉપયોગ ચાલે છે એ પરિણામ અનુસાર કામણ વર્ગણાઓ કર્મરૂપે પરિણમી આત્મા સાથે બંધાય છે અને જ્યારે એનો વિસ્ફોટ થઈને એટલે કે સ્થિતિ પાકીને ઉદયમાં આવે છે ત્યારે તેને અનુરૂપ સંસ્કાર અને વાતાવરણ થઈ જાય છે કે જેના પરિણામમાં નિત્ય શાશ્વત સુખસ્વરૂપ એવું આત્મજ્ઞાન થઈ સ્વરૂપ આવિર્ભાવ થાય છે. - શેની વાત ચાલે છે? જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ જેના વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે. પુરુષાર્થ જોઈએ છે. એમાં પ્રથમથી ઉત્પન્ન થતાં સંશય ધીરજથી અને વિચારથી શાંત થાય છે. જુઓ ! આપણે ધીરજ નથી રાખી શકતા. એટલે બાહ્ય નિમિત્તો બદલ્યા કરીએ છીએ. એક સર કે તેમના વચનને આપણે પકડીને બેસતા નથી. ધીરજ નથી રહેતી એટલે પાછું બીજી જગ્યાએ દોડીએ છીએ. ત્યાં જઈએ અને ત્યાં થોડું કંઈક સાંભળ્યું, થોડીક યોગ્યતા આવી, પણ કામ થયું નહીં, ધીરજ ખૂટી એટલે પાછું ત્રીજું સ્થળ પકડ્યું, પાછું ચોથું સ્થળ પકડ્યું. કોના જેવી સ્થિતિ થઈ? રાંડી રુએ, માડી રુએ, પણ સાત ભરથારવાળી તો મોટું પણ ના ઉઘાડે. એક દેખિયે જાનિયે, રમિ રહિએ ઈક ઠૌર; સમલ, વિમલ ન વિચારીએ, યહૈસિદ્ધિ નહિ ઔર. – શ્રી સમયસાર નાટક - જીવદ્વાર - ૨૦
SR No.023251
Book TitleDhyey Siddhi
Original Sutra AuthorN/A
AuthorGokulbhai C Shah
PublisherSahajatmaswarup Paramguru Trust
Publication Year
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy