SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૮ છ પદનો પત્ર સપુરુષના ઉપદેશને નમસ્કાર કર્યા. સત્પરુષનો ઉપકાર તો ક્યારે થાય? કે જ્યારે એમનો ઉપદેશ થાય. એમનું યોગબળ આપણું કલ્યાણ કરે છે. યોગબળમાં આ વચનબળ છે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે, “સપુરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરો.” યોગબળ એટલે મનવચન અને કાયાનું યોગબળ. કાયાના યોગબળ દ્વારા પણ અનેક જીવોનું કલ્યાણ થાય છે, વચનના યોગ દ્વારા પણ અનેક જીવોનું કલ્યાણ થાય છે. તેમજ પોતાના ઉત્તમ પ્રકારના મનના ભાવો દ્વારા પણ અનેક જીવોનું કલ્યાણ થવામાં નિમિત્તભૂત થાય છે. તો, “સ્વસ્વરૂપમાં સહજમાં અવસ્થાન થવાનો ઉપદેશ કહ્યો અને પાછો યથાર્થ માર્ગ બતાવ્યો. તો એવા સપુરુષને અમારા અત્યંત અત્યંત-ભક્તિપૂર્વક નમસ્કાર. જુઓ ! શ્રી આત્મસિદ્ધિમાં પણ ઉપસંહારમાં “અહો ! અહો ! શ્રી સદ્દગુરુ' એમ કહી એ ચાર ગાથામાં નમસ્કાર કર્યા છે, તેમજ પ્રથમ અને છેલ્લી ગાથામાં પણ નમસ્કાર કર્યા છે. શ્રીઆત્મસિદ્ધિમાં પુરુષનું માહાત્મ કેવી ભક્તિથી જ્ઞાની પુરુષોએ ગાયું છે એ આપણને ખ્યાલ આવે છે. કેટલો ઉપકાર છે સપુરુષનો! જેમણે આપણને શાશ્વતુ અભયદાન આપ્યું. એવા સત્પરુષના ઉપકારનો બદલો કોઈ વાળી શકે એમ નથી અને પાછું નિષ્કારણ કરુણાથી બોધ આપ્યો. કોઈપણ જાતનો લૌકિક લાભ ઉઠાવવાનું અંતરંગમાં જ્ઞાની પુરુષોને હોતું નથી. સપુરષોની નિષ્કારણ કરણા હોય છે. એમને એવું નથી હોતું કે અમે ઘરડાં થઈશું એટલે શિષ્યો અમારી સેવા કરશે અને થોડાં શિષ્યો હશે તો કંઈ મારો મોભો વધશે અથવા મારું નામ આગળ આવશે. એવો કોઈપણ પ્રકારનો આશય હોતો નથી. સામા જીવના આત્મા પર અનુકંપા આવવાથી જે ભાવ આવ્યો તે નિષ્કારણ કરુણા છે. સામેવાળા જીવને જુએ કે મનુષ્યભવમાં આવેલો આ જીવ છે અને થોડા સમય માટે જ આવેલો છે અને આ મનુષ્યભવ એના હાથમાંથી થોડા સમયમાં જતો રહેવાનો છે અને સ્વરૂપની ઓળખાણ કર્યા વગર જો આ જીવ ગયો તો ચોર્યાશીમાં એનો પત્તો પણ મળે એમ નથી અને આ જીવ હજી કંઈક સમજી શકવાની યોગ્યતાવાળો દેખાય છે. એટલે એવા જીવને જ્ઞાની પુરુષો નિષ્કારણ કરુણાથી, પહેલા જીવની યોગ્યતા જોઈ, તેને માર્ગ ઉપર ચડાવે છે. પ્રથમ તો જીવની યોગ્યતા હોવી જોઈએ. યોગ્યતા ન હોય તો લાખ વર્ષ સત્પરુષ પાસે રહે તો પણ કંઈ કલ્યાણ થઈ શકતું નથી. હજારો વર્ષ રહે તો પણ એમ કંઈ કલ્યાણ થઈ જતું નથી. પહેલા જીવમાં વિનય, વિવેક, સમર્પણતા, શ્રદ્ધા આ બધા ગુણો વિકાસ પામ્યા હોય તો જ સત્પરુષનો બોધ નિમિત્તભૂત થઈ શકે છે. નહીં તો થઈ શકતો નથી. પુરુષ મળે છે. ઘણાંને, પણ ફળે છે બહુ થોડાને.
SR No.023251
Book TitleDhyey Siddhi
Original Sutra AuthorN/A
AuthorGokulbhai C Shah
PublisherSahajatmaswarup Paramguru Trust
Publication Year
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy