SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬૭ છ પદનો પત્ર જ્ઞાન તેને કહીએ જે હર્ષ અને શોકના પ્રસંગે હાજર થાય.” રાગ અને દ્વેષના પ્રસંગે હાજર થાય. વિષય અને કષાયના પ્રસંગે હાજર થાય. દરેક આગ્નવોના પ્રસંગે હાજર થાય એનું નામ જ્ઞાન. તો અજ્ઞાન અવસ્થામાં દર સમયે આસ્રવ છે, ત્યારે જ્ઞાનીને દર સમયે “હોત આસવા પરિસવા આમ્રવના કારણમાં પણ સંવર છે. કેમ કે, જ્ઞાન હાજર છે. તો, કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા વિભાવભાવમાં એમને હર્ષ-શોક નથી થતો. તેઓ સમજે છે કે આ કર્મના ઉદયના ધક્કાથી થયેલા ભાવ છે. આ મારા સ્વભાવભાવ નથી. માટે, આમાં હર્ષ-શોક કરવા જેવો નથી. આના પણ જાણનાર રહો. જ્ઞાનીને વિભાવ થાય છે, છતાં વિભાવના પણ એ જાણનાર રહે છે, કર્તાપણે પરિણમતા નથી. જુઓ ! આ જ્ઞાનીની એક ખૂબી છે કે આટલા વિભાવ થતાં હોવા છતાં વિભાવને સ્વભાવ માનતા નથી. વિભાવને પોતાની ચીજ માનતા નથી. એટલા માટે એ જ્ઞાતા-દેષ્ટા તરીકે રહે છે એટલે નવા કર્મો એમને ઓછા, મંદપણે બંધાય છે. . હર્ષ અને શોકનું વિશેષપણું, જે તે પદાર્થો સાથેનું તાદાભ્યપણું, એકત્વપણું બતાવે છે. કોઈ પદાર્થ જોઈને બહુ હર્ષ થઈ ગયો. તો એમાં તદાકારતા થઈ ગઈ છે. એવી જ રીતે શોક થઈ જાય છે. તો જ્ઞાન છે એને કોઈ દિવસ આવા હર્ષ-શોકના પ્રસંગમાં તદાકાર થવા દેતું નથી. એટલે વિશેષ પ્રકારનો બંધ પણ પડતો નથી. સામાન્ય પ્રકારનો, મંદ પ્રકારનો પડે છે. તીવ્ર વિપરીત ઉદયોની વચમાં પણ જ્ઞાની પોતાને શું માને છે? એ વખતે પણ પોતે જુએ છે કે હું આનો જાણનાર-દેખનાર એક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી આત્મા આનાથી ભિન્ન છું. આ દૃષ્ટિને સાધ્ય કરવાની છે. અઘરું છે, પણ છૂટકો નથી. જ્યારે રોગ આવે, શોક આવે, દુ:ખ આવે, અશાતાના ઉદય આવે, ઉપસર્ગ આવે, પરિષહ આવે ત્યારે જ્ઞાની પાસે આ જ્ઞાનદષ્ટિ છે. એના કારણે તેઓ નિજઘરમાં ઘુસી જાય છે અને દુશ્મનો એનું નુક્સાન કરી શકતા નથી. આ દૃષ્ટિ સાધ્ય કરવાની કહી છે. પરમકૃપાળુદેવ પત્રાંક - ૯ર૭ માં જણાવે છે, હું શરીર નથી, પણ તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું. આ વેદના માત્ર પૂર્વ કર્મની છે, પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી, માટે મારે ખેદ કર્તવ્ય જ નથી. એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય છે. વેદના તો દરેકને આવવાની છે. આપણે કાંઈ તીર્થકર કરતાં તો વધારે પુણ્ય લઈને નથી આવ્યા. તીર્થકર ભગવાનને પણ વેદના આવી છે. એ વેદના ઋષભદેવ ભગવાનને પણ
SR No.023251
Book TitleDhyey Siddhi
Original Sutra AuthorN/A
AuthorGokulbhai C Shah
PublisherSahajatmaswarup Paramguru Trust
Publication Year
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy