________________
છ પદનો પત્ર
૫૫૭
સ્વપ્નદશા, મિથ્યાત્વદશા, અજ્ઞાનદશાને કારણે. સ્વપ્ન દશા કોને કહે છે ? મિથ્યાત્વ અને અજ્ઞાનને સ્વપ્નદશા કહે છે. મિથ્યાત્વ ક્યારનું છે ? અનાદિની છે આ સ્વપ્નદશા. એટલે અનાદિનું મિથ્યાત્વ છે. જેને સમ્યક્ત્વ નથી થયું એના માટેની આ વાત છે.
મિથ્યાત્વ-આદિક ભાવને, ચિરકાળ ભાવ્યા છે જીવે; સમ્યક્ત્વ ભાવ રે ! આદિક ભાવ, ભાવ્યા નથી પૂર્વે જીવે.
– શ્રી નિયમસાર - ગાથા – ૯૦
—
અહોહો ! અનંતવાર મનુષ્યભવ મળ્યો. અનંતવાર સાચા દેવ-ગુરુ-ધર્મનો યોગ થયો. અનંતવાર સત્શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. અનંતવાર જિનદીક્ષા અંગીકાર કરી. એવા અનેક પ્રકારના સાધનોના આશ્રય કર્યો. પણ,
વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો.
મનુષ્યભવ દુર્લભ છે. સમ્યગ્દર્શન એના કરતાં પણ વધારે દુર્લભ ચીજ છે કે જેના આશ્રયથી અનંતકાળનું પરિભ્રમણ સમાપ્ત થઈ જાય છે. વંસળ મૂતો ધો । ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. એની સાથે જ્ઞાન સમ્યક્ થાય છે, ચારિત્ર પણ સમ્યક્ થાય છે. સર્વ સાધન સમ્યક્ થઈ નિર્જરાના હેતુભૂત થાય છે. સમ્યગ્દર્શન વગરના જે કોઈ સાધન છે તે સંસારના હેતુભૂત થાય છે, મોક્ષના હેતુભૂત થતા નથી. એવી છે અનાદિ સ્વપ્નદશા અજ્ઞાની જીવોની. એને તોડવા માટે આ છ પદની દેશના જ્ઞાનીપુરુષોએ પ્રકાશી છે કે આ અહંપણું, મમત્વપણું આ ભવમાં તો મૂકો, અનંતભવમાં તો ના મૂક્યું. મનુષ્યભવ મળ્યો, જ્ઞાનીનો યોગ થયો તો એ ભવમાં તો પુરુષાર્થ ના કર્યો. પરમકૃપાળુદેવે સોભાગભાઈને કહેલું કે જેમ પૂર્વે મળેલો જ્ઞાનીનો યોગ પ્રમાદને વશ થઈ નિષ્ફળ ગયો એમ અત્યારે જો પ્રમાદમાં રહેશો તો આ યોગ પણ તમારો નિષ્ફળ જશે. અહંભાવ, મમત્વભાવ કાઢવાનો પુરુષાર્થ ના કરવો એ મોટો પ્રમાદ છે. આ પ્રમાદ કાઢવાનું કામ દરેકનું પોતાનું છે. આ કામ ગુરુ ના કરી આપે. એ તો સમજાવે કે આ તમારો પ્રમાદ છે, પણ પુરુષાર્થ કરવાનું કામ આપણું છે.
જે પરપદાર્થમાં ‘હું’પણાની સ્થાપના થઈછે એ અહંભાવ અને જે ૫૨૫દાર્થની અંદ૨માં મમતાભાવ છે, રાગભાવ છે, આસક્તિ છે, મૂર્છા છે એ મમત્વપણું છે. આ બે અનંત સંસારનું મૂળ છે. આ બેયને એક શબ્દમાં કહીએ તો મિથ્યાત્વ. મિથ્યાત્વના ગર્ભમાં અનંત સંસાર અને અનંતી નરકો પડી છે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે,