________________
ભક્તિના વીસ દોહરા.
૩૫ તો કહે? હજાએ કહ્યું કે સાહેબ! અસ્તરા, મશીનો ને ખુરશીઓ બધુંય સોનાનું કરી નાખ્યું છે ને એ જ જૂના ભાવથી કાપું છું. સંત કહે કે અરે ! પણ તને પારસમણિ આપ્યો તોય હજી તું હજામત જ કરે છે? પારસમણિ તો હજામત બંધ કરવા આપ્યો હતો! હવે પારસમણિ આપ્યા પછી વાળ કાપવાના હોય? એ તો ગમે તેટલા લોઢાને અડાડે તો સોનું થઈ જાય. હવે તારે દુકાન ચલાવવાની શી જરૂર હતી? અનધિકારી જીવના હાથમાં મોટી વસ્તુ જાય છે તો એની એને સાચી કિંમત સમજાતી નથી. એવી રીતે અનધિકારી જીવોના હાથમાં ખરો ધર્મ જાય તો પણ ગુરુનો કે ધર્મનો કે ભગવાનનો લાભ ઉઠાવી શકતા નથી.
જે ભગવાનનું સાચું શરણું લે અને તેમની આજ્ઞા પ્રમાણે જીવન જીવે તો તેનું સમાધિમરણ થાય અને એક વાર સમાધિમરણ થાય તો અનંત કાળના અસમાધિમરણ ટળી જાય.
*****