________________
છ પદનો પત્ર
૫૪૩
ચારિત્રયુક્ત અભેદ પરિણામમાં પરિણમી, જ્યાં અંદરમાં વિશેષ પ્રકારે સ્થિરતા ધારણ કરે છે એ સ્થિરતા તેમને શ્રેણી માંડી અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે. આ ‘મોક્ષનો ઉપાય છે.’ હવે આપણે તો બહા૨માં આમ તેમ કરીએ અને એમ માનીએ કે હવે મોક્ષમાં હું દોડી રહ્યો છું! ખરેખરે તો, જેટલી સ્થિરતાની વૃદ્ધિ તેટલો દોડ્યો કહેવાય. મોક્ષમાર્ગમાં પરમકૃપાળુદેવ વાયુવેગે ધસી રહ્યા હતા એમ કેમ કહ્યું ? તેઓશ્રી રત્નત્રયયુક્ત અભેદ પરિણામની અંદર પરિણમન કરી રહ્યા હતા. એટલે એ મોક્ષમાર્ગમાં વાયુવેગે ધસતા હતા. કોઈપણ આત્મજ્ઞાની, અપ્રમત્ત યોગીશ્વરો જ્યારે આવી સ્થિરતાની વૃદ્ધિ કરે છે ત્યારે ઘાતી કર્મો તૂટીને કેવળજ્ઞાન પ્રગટ થાય છે, એમ ને એમ થતું નથી. ત્રણે કાળના તમામ જ્ઞાનીપુરુષોનો એક જ અભિપ્રાય છે કે, सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः ।
એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. સહેલો લેવા જશો તો ફસાશો. ડુપ્લિકેટ ધર્મ લઈ આવશો, પણ સાચો ધર્મ હાથમાં નહીં આવે. ત્રણ કાળમાં, ત્રણ લોકના ગમે તે જ્ઞાની આ જ માર્ગ કહેવાના.
પહેલાં જે મહાવીરસ્વામી ભગવાન થઈ ગયા અને ઋષભદેવ ભગવાન થઈ ગયા એમણે આ જ મોક્ષમાર્ગ પ્રરૂપેલો, જે આ છ પદમાં પરમકૃપાળુદેવે ગુજરાતીમાં આપ્યો. અત્યારે સીમંધર ભગવાન આ જ માર્ગ ત્યાં પ્રરૂપે છે. હવે પછી શ્રેણિક મહારાજ, પદ્મનાભ તીર્થંકર થઈને આવશે ત્યારે આ જ માર્ગ કહેવાના છે. માટે તે વખતે સમજવા કરતાં અત્યારે સમજી લો તો સારું છે. ગમે ત્યારે સમજ્યા વગર તો છૂટકો થવાનો નથી. તો અત્યારે આ કાળમાં બીજી બિનપ્રયોજનભૂત વાત મૂકીને આ તત્ત્વની પ્રયોજનભૂત વાત પકડી લો. કેમ કે, આપણી પાસે સમય અત્યારે બહુ થોડો છે અને એટલા સમયમાં આપણે સમ્યગ્દર્શન પ્રગટ કરવું છે. એટલે જે આ નવતત્ત્વની વાત અને છ પદની વાત છે તેને નિશ્ચય અને વ્યવહાર બેય પડખાંથી, હેય, શેય અને ઉપાદેયના પડખાંથી બરાબર અંદરમાં પકડો અને પછી ભેદવજ્ઞાનનો પુરુષાર્થ કરો, ભેદવિજ્ઞાનના પુરુષાર્થમાં જડ-ચેતનને જુદા પાડો. પછી જડથી ઉદાસીન થઈ ચેતનભાવમાં વધવું અને ટકવું. તેના માટે બહા૨માં તેને અનુરૂપ ચારિત્ર અંગીકાર કરો. આ મોક્ષમાર્ગ છે. ‘અપૂર્વ અવસર’ માં એનો ક્રમ કહ્યો છે,
દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો;