________________
૫૩૮
છ પદનો પત્ર આ જે ઉદાસીનતા છે એ પછી બીજા ભાવથી અનુક્રમે મુક્તતા કરે છે. પછી દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવથી જે અસંગપણું આવે છે તે પહેલાં અહીંથી શરૂ થાય છે અને તેનો અંત કેવળજ્ઞાનમાં આવે છે. શરૂઆત ચોથાથી થાય છે. ઉદાસીનતાનો વચમાં બધો ક્રમ છે. બોબીજ એટલે સમ્યકત્વ, સ્વાનુભૂતિ.
હજી જ્ઞાનીઓને પરભાવના પ્રસંગ તો છે જ, નીકળી નથી ગયા. પણ, હવે એ પરભાવના પ્રસંગોમાં પ્રવર્તતાં પ્રવર્તતાં પણ જ્ઞાનીનો સંબંધ તેનાથી છૂટ્યા કરે છે. એમાં એકત્વપણું થતું નથી. મંદપણું થઈ જાય છે. એટલે કર્મબંધ થવાનું કારણ ઓછું થાય છે અને સંવર-નિર્જરાના કારણો વધતા જાય છે. બંધ ઘટતો જાય છે. સંવર-નિર્જરા ક્રમે ક્રમે વધતી જાય છે. “હોત આસવા પરિસવા.'
આમ્રવના કારણોમાં પણ એમને સંવર થાય છે. કેમ? અંદરમાં બોધબીજ જે પ્રગટ થયું છે એ બોધબીજ અન્યભાવની અંદરમાં એકત્વપણું થવા દેતું નથી, પણ ઉદાસીનતા કરાવે છે. એટલે અન્યભાવતરફ ઉદાસીનતાનો ભાવ થયો તો એ બહુ વધારે બંધ નહીં કરે અને અન્યભાવ સાથે અંદરમાં એકત્વતા કરી તો એ બંધ વધારે ગાઢ કરાવશે.આટલો તફાવત જ્ઞાનીઓને પડી જાય છે. આ જ્ઞાનીઓનું માહાત્ય છે. શ્રી પુણ્યવિજયજી મહારાજે પરમકૃપાળુદેવ વિષે લખ્યું હતું કે “શ્રીમદ્જીએ મોહના ઘરમાં રહીને મોહને જર્જરિત કર્યો છે.”દુશ્મનને દુશ્મનના ઘરમાં જઈને મારવો એ બળવાનનું કામ છે. ત્યાગ અવસ્થામાં મોહનીય કર્મને મારવું એ સરળ છે. કેમ કે, એને એ પ્રમાણેની બધી સામગ્રી પ્રાપ્ત થઈ છે, પણ ગૃહસ્થદશાના ઉદયની અંદર રહીને મોહનીયને જર્જરિત કરવો એ કોઈ સામાન્ય બાબત નથી. એ અઘરી બાબત છે. જ્ઞાનીઓ કંઈ ઘરમાં રહેવા ઇચ્છતા નથી, પણ ઉદયના કારણે રહેવું પડે છે.
રત્નત્રય કે અભેદ પરિણામ એ એક જ છે, પણ વ્યવહાર સમ્યકત્વમાં તત્ત્વોને શ્રદ્ધાન તે સમ્યગદર્શન છે. સાચા દેવ-ગુરુ-ધર્મનું શ્રદ્ધાન એ પણ સમ્યગુદર્શન છે. વિપરીત અભિનિવેશ રહિત તત્ત્વોને શ્રદ્ધાન તે પણ સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. સ્વ-પરનો ભેદ પાડનારું જ્ઞાન તેને જ્ઞાન કહેવામાં આવે છે. એમ અનેક પ્રકારે “આત્મા આ છે એવો અંદરમાં નિશ્ચયભાવ થવો તે સમ્યગદર્શન છે અથવા પરમકૃપાળુદેવે કહ્યું છે કે “સદ્ગુરુની કૃપા એ જ સમ્યગદર્શન છે.' એમ અનેક પડખાંઓથી સમ્યગુદર્શનને જ્ઞાની પુરુષોએ આપણને બતાવ્યું છે. હવે સમ્યગદર્શનનો પરિચય આપણને ઘણો થયો. એટલે સમ્યગદર્શનનો વિષય હવે અઘરો ન રહેવો જોઈએ. દેવતત્ત્વનું ખાનું આવે એટલે તરત આપણને વીતરાગદેવ પર જ આપણી દૃષ્ટિ