SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૮ છ પદનો પત્ર કષાય ઉપર કાબૂ મેળવવો એ કંઈ સામાન્ય ચીજ નથી અને સાચો કાબૂ જ્ઞાન થયા વગર આવતો નથી. જ્ઞાન થયા પહેલાનો કાબૂ પણ સારો છે. એનો અર્થ એવો નથી કે જ્ઞાન થયા પહેલા કષાય પર કાબૂના મેળવવો. સમ્યક્ પ્રકારે તો જ્ઞાન પહેલા નથી આવતો. અનંતાનુબંધી કષાય ઉપરનો કાબૂ એ ગ્રંથિભેદ થયા વિના આવતો નથી. એવી રીતે અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ કે સંજવલન કષાયનો અભાવ થયા વિના એટલી અકષાયતાની પ્રાપ્તિ થઈ શકતી નથી. મંદ કષાય કર્યો હોય તો ૯૯.૫ ડીગ્રી એટલો તાવ આવે અને તીવ્ર કષાય સહિત બાંધ્યું હોય તો એને તાવ આવે તો ૧૦૫-૧૦૬ ડીગ્રી આવે. ઉતરે નહીં. કેમ કે આગળ તીવ્ર કષાય બાંધીને આવ્યા છે. આગળ જે અશાતા વેદનીય બાંધ્યું હતું એ ઉદયમાં આવ્યું છે. તીવ્ર કષાયથી બાંધેલું અને રસ પણ વધારે ઉદયમાં આવે છે. એટલે અશાતાનો ભોગવટો પણ વધારે પ્રમાણમાં થાય. એનો જથ્થો પણ વધારે હોય અને એનો વેગ પણ તીવ્રતાપૂર્વકનો હોય. પરમકૃપાળુદેવે ૧૨૮ પત્રાંકમાં એક સરસ વાત મૂકી છે કે “બીજા જીવો પરત્વે ક્રોધ કરતાં, માન કરતાં, માયા કરતાં, લોભ કરતાં કે અન્યથા કરતાં તે માઠું છે એમ યથાયોગ્ય કાં ન જાણું? વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી?” પરિભ્રમણ કેવી રીતે કર્યું? સ્વચ્છંદથી. જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકવો એનું નામ સ્વછંદ. પોતાની કલ્પના અનુસાર ચાલવું એ બધા સ્વછંદ છે અને એ સ્વછંદ જ જીવને ખોટા માર્ગે દોરી જાય છે. કષાયને આધીન થઈ ગયા તો એનું ફળ પાછું પરિભ્રમણ છે. આ વાત સાંભળીને જ્ઞાની કહે છે કે અમને વૈરાગ્ય થાય છે કે ઓહો ! અજ્ઞાનભાવમાં મેં આવા કષાય કર્યા ! વિષયને આધીન થઈને મેં કેવા ભાવ કર્યા! મારા સ્વરૂપથી બહાર નીકળી અને વિભાવની આટલી બધી હદ સુધી હું પહોંચી ગયો કે મને જરાય ભાન ના રહ્યું કે આનું ફળ મારે ભોગવવું પડશે! એવી રીતે સ્નેહ એ પણ કષાય છે. એ કાંઈ પુણ્ય કે મોક્ષના કારણભૂત નથી. એવી રીતે દેહ સાથે રાગ કરવો, સંપત્તિ સાથે રાગ કરવો એ પણ કષાય છે. આ કાંઈ પુણ્યભાવ કે મોક્ષના ભાવ નથી. આ બધાય દુઃખદેનારા ભાવ છે. સંસાર અવસ્થામાં છે, તો હોય ! પણ, એને અંદરમાં રાગ નહીં! એના પણ જ્ઞાતા. હવે ખ્યાલ આવે છે કે જ્ઞાની પુરુષો ગૃહસ્થ દશામાં રહેતા હશે ત્યારે કેટલી જાગૃતિથી રહેતા હશે ! આટલા બધાની વચમાં અંદરમાં કોઈ સાથે એકત્વપણું નહીં! કોઈ મારું છે એમ માનવાનું નહીં, છતાંય રહેવાનું ! કોઈને ત્યાં મહેમાન તરીકે આપણે જઈએ તો આ ઘર મારું નથી એમ માનીને રહીએ. આવી
SR No.023251
Book TitleDhyey Siddhi
Original Sutra AuthorN/A
AuthorGokulbhai C Shah
PublisherSahajatmaswarup Paramguru Trust
Publication Year
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy