________________
૫૦૩
છ પદનો પત્ર
જડ પરિનામનિકો, કરતા હૈ પુદ્ગલ, દેહાદિકે કરીને જે પરિણામ થાય છે તેનો પુદ્ગલ કર્તા છે, જીવ કર્તા નથી. દેહના જે પરિણામ થાય છે - દેહની ચાલવાની ક્રિયા થઈ એ જીવે કરી નથી. તો જીવે શું કર્યું? જાણવાનું કામ કર્યું અને ચાલવાનો વિકલ્પ કર્યો. ટૂંકમાં અજ્ઞાન અવસ્થામાં ચાલવાનો વિકલ્પ કર્યો અથવા જ્ઞાન અવસ્થામાં ચાલવાનું કામ કર્યું, પણ ચાલવાની ક્રિયા જીવે કરી નથી. એવી રીતે કોઈપણ મન-વચન-કાયાની ક્રિયાનું જાણવું. દેહાદિ જડ છે અને આત્મા ચેતન છે અને જડ પરિણામ તો પુદ્ગલ વિષે છે. જ્યારે એમ જ છે તો પછી જીવ પણ જીવ સ્વરૂપે જ વર્તે છે.
ચિદાનંદ ચેતન સ્વભાવ આચરતુ હૈ. મુમુક્ષુ: ચાલવાનો કર્તા પુદ્ગલ છે એટલે?
સાહેબ : એટલે પુદ્ગલની ચાલવાની ક્રિયા પુદ્ગલ દ્વારા થઈ છે. એને ચેતને ચલાવ્યું નથી.
આ ચોપડી આમ કરીને આમ ખસી. આ આગળ વધીને? તો એને ચેતને ચલાવી નથી. એ સ્વયં પોતાની શક્તિથી ચાલી છે. જો કે, તેમાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કારણભૂત છે, પણ એ ચાલી છે પોતાની યોગ્યતાથી. મેં એને ચલાવી છે, હું એનો કર્તા થઉં તો એ અજ્ઞાન છે. મેં શું કર્યું? વિકલ્પ કર્યો ચલાવવાનો બસ. એટલા વિકલ્પનો હું કર્તા થયો, તે પણ અશુદ્ધ નિશ્ચયથી. શુદ્ધ નિશ્ચયથી તો એ પણ નહીં. અશુદ્ધ નિશ્ચયથી મેં આ કર્યું. એટલે ત્રણ પ્રકાર છે ને? ૧. પરમાર્થથી એટલે શુદ્ધ પરિણતિ. ૨. અશુદ્ધથી એટલે વ્યવહારથી અને ૩. ઉપચારથી એટલે કહેવા માત્ર, હકીકતમાં કર્યું નથી.
અશુદ્ધ ભાવ થાય એ હજી વ્યવહાર છે. આ તો બિલકુલ ઉપચાર છે. કહેવા માત્ર જ છે. આપણે કહીએ છીએ કે પાણીનો ગ્લાસ લાવો. પણ ગ્લાસ તો પાણીનો નથી, સ્ટીલનો છે. છતાં ઉપચાર ભાષામાં સમજવા માટે સ્થૂળ અપેક્ષાએ આપણે એવું કહેવું પડે છે અને પેલો સમજી જાય છે પણ એથી કાંઈ સત્ય છે એવું નથી. પરમાર્થ સત્ય છે એ જુદું છે. વ્યવહાર સત્ય છે એ જુદું છે. પરમાર્થ સત્યથી તો ગ્લાસ સ્ટીલનો છે. કહેવાનો હેતુ એમ છે કે જો આમ તમે વસ્તુસ્થિતિ સમજો. બેયની જુદી જુદી જુદી ક્રિયાને, બેયના જુદા જુદા કાર્યને અને જુદા જુદા અસ્તિત્વને સમજો. તો જડને વિષેનો જે સ્વરૂપભાવ છે તે મટે, જે એમાં તમે અહંપણું અને કર્તાપણું કર્યું છે એ બધું મટી જાય, સ્વસ્વરૂપભાવ છે તે માટે અને સ્વસ્વરૂપનો જે તિરોભાવપણું