________________
છ પદનો પત્ર
૪૫ અજ્ઞાન છે. હું ધારું એવી વાણી બોલી શકું છું એમ માનવું એ પણ અજ્ઞાન છે. ઉદય હોય તો વાણીના પુદ્ગલ નીકળે, નહીં તો કાલ ઉઠીને લકવો થઈ જાય તો બંધ પણ થઈ જાય. નીકળે જ એવો કોઈ નિયમ નથી. યોગ્યતાને અનુરૂપ નીકળે છે. હવે કોઈ જીવ એનું અભિમાનકરે તો એ એનું અજ્ઞાન છે અને એ અજ્ઞાનથી એનો બંધ છે. જડનું જડત્વ પરિણામ કોઈ દિવસે ચેતનરૂપે પરિણમે નહીં એવી વસ્તુની મર્યાદા છે અને ચેતન-અચેતન એ બે પ્રકારના પરિણામ તો અનુભવસિદ્ધ છે. જ્ઞાનભાવ થાય છે એનો પણ અનુભવ થાય છે અને ક્રોધાદિ ભાવ થતાં આકુળતા-વ્યાકુળતા થાય છે એનો પણ અનુભવ છે. બે ય અનુભવ જીવ જાણવા દ્વારા - જ્ઞાન દ્વારા કરી રહ્યો છે. તેમાંનું એક પરિણામ બે દ્રવ્ય મળીને કરી શકે નહીં. એટલે એક ક્રિયા, એક કાર્યએ બે દ્રવ્ય મળીને કરી શકે નહીં. જડનું જે કાર્ય થાય છે એ જડ અને ચેતન ભેગા થઈ કરી શકતા નથી અને ચેતનનું જે જ્ઞાન પરિણમન થાય છે એ પણ ચેતન અને જડ ભેગા થઈ કરી શકતા નથી. ચેતનનું કાર્ય તો ચેતન દ્વારા જ થાય છે અને જડનું કાર્ય જડ દ્વારા જ થાય છે.
દરેકદ્રવ્યનો પરિણમનશીલ સ્વભાવ છે, દરેક દ્રવ્યસ્વયંસત છે અને સ્વયં પરિણમનશીલ છે. માટે દરેક દ્રવ્યનું પરિણમન સ્વયં પોતાનું, પોતા દ્વારા, પોતામાં થાય છે. બીજા દ્વારા થઈ શકતું નથી. અર્થાત્ જીવ અને જડ મળીને કેવળ ચેતન પરિણામે પરિણમી શકે નહીં. જ્ઞાનપરિણામ જીવ અને જડ ભેગા થઈને કરી શક્તા નથી, એકલું ચેતન જ કરે છે. રૂપ, રસ, ગંધ, વર્ણ, સ્પર્શરૂપે પરિણમવાનું કાર્ય એકલું અચેતન એટલે પુદ્ગલ જ કરે છે. અચેતનને આપણે નથી લેતા, પણ પુદ્ગલને લઈએ છીએ. બે ભેગા મળીને કરી શકતા નથી. જીવ ચેતન પરિણામે પરિણમે અને જડ અચેતન પરિણામે પરિણમે એમ વસ્તુસ્થિતિ છે. વસ્તુનો સ્વભાવ આવો છે. માટે જિન કહે છે કે એક પરિણામ બે દ્રવ્ય કરી શકે નહીં. અત્યારે એક પરિણામ અને બે દ્રવ્યની વાત ચાલે છે. એક પરિણામ એટલે જડનું પરિણામ એ જડ અને ચેતન ભેગા થઈ કરી શકે નહીં. એવી રીતે ચેતનનું પરિણામ એ જડ અને ચેતન ભેગા થઈ કરી શકે નહીં. ચેતનનું પરિણામ ચેતન જ કરે અને જડનું પરિણામ જડ જ કરે એવી વસ્તુસ્થિતિ છે. એમ કહેવાનો મતલબ છે. જ્ઞાનીઓની અનુભવ કરીને લખેલી વાત છે અને વસ્તુના સ્વરૂપનો સિદ્ધાંત છે એ બતાવે છે. આ સિદ્ધાંત અનાદિકાળથી નથી જાણ્યો એટલે અજ્ઞાન અવસ્થામાં જીવે અનેક પ્રકારના પરભાવ અને પરપ્રવૃત્તિને પોતાની માની અને આ પરિભ્રમણ એનું ચાલુ રહ્યું.
જીવ ચેતન પરિણામે જ પરિણમે છે, અચેતનની ક્રિયા જે થાય છે એનો કર્તા આત્મા નથી. એક પરિણામ બે દ્રવ્ય કરી શકે નહીં. જે જે દ્રવ્ય છે તે પોતાની સ્થિતિમાં જ હોય અને