________________
૪૮૫
છ પદનો પત્ર એનો વિયોગ થઈ શકે છે. સાબુ અને પાણીથી એ મેલ કાપી શકાય છે અને ડાઘો નીકળી શકે છે, પણ સાબુ અને પાણીથી કપડું નીકળતું નથી. કપડું તો હતું એવું સ્વચ્છ થાય છે.
- બીજું દષ્ટાંત, “શ્રી સમયસાર' માં શેવાળનું લીધું છે. જેમ પાણીમાં શેવાળ થઈ છે, પાણીમાં ઉત્પન્ન થઈ છે, પાણીમાં રહે છે અને છતાંય પાણીને અસ્વચ્છ કરે છે. મલિન કરે છે. એવી રીતે ક્રોધાદિ ભાવ શેવાળની જેમ થાય છે આત્મામાં, રહ્યા છે આત્માના પ્રદેશમાં અને આત્માને અસ્વચ્છ કરી ઢાંકી દીધો છે, પણ છતાં એના સ્વભાવની સ્વચ્છતાને નષ્ટ કરી શક્યા નથી. શેવાળ જેમ ખસેડે તો પાણી સ્વચ્છ જ છે, એમ કષાયભાવને ખસેડ્યા તો અંદરમાં આત્માનો સ્વભાવ તો સ્વચ્છ જ છે. કેટલી પ્રેરણા મળે છે કે કષાય કરતી વખતે પણ હું અકષાયી સ્વભાવી અંદરમાં મોજૂદ છું. આ વાતનો જો સ્વીકાર થશે તો તમારો ઉપયોગ સ્વભાવના ઉછાળા તરફ વળશે. ખરેખર, આ બધી સ્વચ્છતા આના આધારે રહી છે અને આ અસ્વચ્છતા થઈ છે એ એનો આધાર ખસવાથી થઈ છે. આસ્રવ અને બંધ થવાનું કારણ મેં મારા સ્વભાવનો આશ્રય છોડ્યો તે છે. જો એના આશ્રયે હું રહીશ તો મારામાં અસ્વચ્છતા આવી શકે એવી નથી. ગમે તેવા કર્મના ઉદયમાં પણ જ્ઞાનીઓને આ ભેદજ્ઞાન તીવ્રપણે જાગૃત હોવાના કારણે એ ભયંકર ઉપસર્ગો અને પરિષદોમાં પણ ઉપયોગને જોડતા નથી અને એ વખતે પણ પોતાના સ્વભાવ બાજુ ઉપયોગને જોડેલો રાખે છે. એટલે એવા ભયંકર ઉપસર્ગ, પરિષદોમાં પણ તેઓ સમતાભાવે રહીને કેવળજ્ઞાન પ્રગટ કરી લે છે.
આ તો જ્ઞાનીની વાતો છે, તત્ત્વની વાતો છે. જો જીવને યથાર્થ વાત બેસી જાય અને અંદરમાં એનો સ્વીકાર આવી જાય, તો પછી એનો જે પુરુષાર્થ ઉપડશે એ બધો સમ્યફ, એકેકે પગલું મોક્ષમાર્ગ સન્મુખ યથાર્થ અને આ સમજ્યા વગર એ ગમે તે ક્રિયાઓ કરશે, ગમે તેટલો ત્યાગ કરે, તપ કરે, જપ કરે, ભક્તિ કરે, વાંચન કરે, જે કાંઈ સાધન કરે, એ બધાય સાધન આ સમ્યફ પ્રકારે કર્તા-કર્મ સંબંધ, નિમિત્ત-નૈમિત્તિક સંબંધ જયાં સુધી સમજે નહીં ત્યાં સુધી એને સંસારના હેતુભૂત થાય. એટલે શુભાશુભ કર્મના કારણના બંધરૂપ થાય, નિર્જરાના કારણરૂપ થવાના નહીં. ભક્તિ કરશે તો એ વખતે સમજશે કે આ ભક્તિ એ મારો સ્વભાવ નથી. આનો હું કર્તા નથી, પણ મારા અશુભ ભાવથી બચવા માટે હું આ કરું છું, બાકી આ મારો સ્વચ્છભાવ નથી. એમ જે કાંઈ શુભભાવની ક્રિયા થશે એ કરશે. જ્ઞાની છે એ કાંઈ શુભભાવ નથી કરતાં એમ નથી, પણ શુભભાવમાં કતૃત્વપણું કરતા નથી. અજ્ઞાની ગમે એવા શુભભાવ કરવા જાય તો જ્ઞાની જેવા કરી શકે જ નહીં, છતાં જ્ઞાની એ શુભભાવમાં, પોતાના દ્વારા થયા છે, આ ભાવ