SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ છ પદનો પત્ર હૂ ખુદકા હી કર્તા ભોક્તા, પરમેં મેરા કુછ કામ નહીં; પરકા ન પ્રવેશ ન કાર્ય યહાં, મૈં સહજાનન્દ સ્વરૂપી હૂં, મૈં દર્શનજ્ઞાનસ્વરૂપી હૂં, મૈં સહજાનન્દ સ્વરૂપી હૂં. ન ૪૮૩ હું ખુદનો એટલે મારા જ્ઞાન અને આનંદભાવનો કર્તા-ભોક્તા છું. પરમાં હું કાંઈ કાર્ય કરતો નથી. પરનું કાર્ય કરવું એ મારું કામ નથી. હવે તમે રસોઈ બનાવો ત્યારે એમ થાય કે મેં રોટલી વણી અને મેં બનાવી રોટલી. રોટલી કોણે બનાવી? અને કોની બની ? તમારી બની કે લોટની બની ? લોટની રોટલી થઈ છે અને છતાંય આપણે એમાં કતૃત્વપણાનું અભિમાન કરીએ છીએ. એમ બહારમાં જે જે મન-વચન-કાયાની ક્રિયા દ્વારા જે કાંઈ કાર્ય થાય છે એમાં આત્મા અજ્ઞાનભાવથી પોતાના કર્તાપણાનું આરોપણ કરે છે. જે કાંઈ મન-વચન-કાયાની ક્રિયા થાય છે અથવા આત્મામાં અશુદ્ઘ ઉપયોગ દ્વારા જે અશુદ્ધ પરિણતિ થાય છે એ પરિણતિમાં એ પોતાનું જે કર્તાપણું માને છે અને એ કર્તાપણું માનવું એ જ અજ્ઞાન છે, એ જ અનંત સંસારનું મૂળ છે. જેમ કહ્યું ને કે અજ્ઞાનદશાના સ્વરૂપ યોગે આ જીવ પોતે પોતાના નહીં એવા પરદ્રવ્યને સ્વપણે માને છે અને એ માન્યતા એ જ સંસાર છે, એ જ પરિભ્રમણ છે, એ પરિભ્રમણનો હેતુ છે, એ જ માતા છે, એ જ પિતા છે, એ નરકાદિ ગતિનો હેતુ છે અને એની નિવૃત્તિ થઈ તો એ સર્વ યમ, નિયમ, યાત્રા, સંયમ, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટ્યો છે. કોની નિવૃત્તિ ? અહંપણાની. આ જો અહંપણું છૂટી ગયું અને હું કોઈ વિભાવનો કર્તા નથી, એવું પહેલા બુદ્ધિના લેવલથી સ્વીકાર કરવું પડશે, પછી ભેદવિજ્ઞાન દ્વારા અંદરના અનુભવના લેવલનો સ્વીકાર આવશે. પહેલા બુદ્ધિના લેવલે આ સ્વીકાર કરવાનો કે હું કોઈ પ૨દ્રવ્યનો કર્તા નથી અને પરભાવનો કર્તા પણ હું નથી. એટલે મન-વચન-કાયાની ક્રિયાનો પણ કર્તા નથી અને અશુદ્ધ ઉપયોગ દ્વારા જે ક્રોધમાન-માયા-લોભ કે શુભાશુભ ભાવ થાય છે એનો પણ કર્તા હું નથી. મુમુક્ષુ : સંસારમાં આવી રીતે કેમ રહેવાય ? સાહેબ ઃ પછી સંસારમાં એ રહે જ નહીં અને સંસાર એનામાં ના રહે. સંસાર રહ્યો છે એ અજ્ઞાન ઉ૫૨ ઊભો છે. જ્ઞાન ઉ૫૨ સંસાર નથી ઊભો અને સંસારમાં રહેવું હોય તો જ્ઞાન ના કરશો. મુમુક્ષુ : જ્ઞાની આવી રીતે ભેદ પાડે ? સાહેબ : કહ્યું છે ને કે,
SR No.023251
Book TitleDhyey Siddhi
Original Sutra AuthorN/A
AuthorGokulbhai C Shah
PublisherSahajatmaswarup Paramguru Trust
Publication Year
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy