SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ ક્ષમાપના નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે, અને તેથી નિઃસંગતા પ્રાપ્ત હોય છે. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૫૪ જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહાં શંકા નહિ સ્થાપ; પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન ! - શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૧૦૭ - ૩/૧ એક પળ પણ શંકા થાય તો બધું બગાડી નાંખે અને ગાઢ કર્મ બંધાઈ જાય. જો કોઈ માણસ હજાર માઈલનો દરિયો તરીને આવ્યો પણ કિનારે થાકી ગયો ને ડૂબી ગયો, તેમ એક ક્ષણ પણ તીવ્ર કષાયની ઉગતા આવી ગઈ તો તમારી હજારો વર્ષની સાધના ધોવાઈ જાય છે. શ્રી ઉદયરત્ન મહારાજે “ક્રોધની સઝાય' માં કહ્યું છે, ક્રોધે કોડ પૂરવતણું, સંજમ ફલ જાય; ક્રોધ સહિત જેતપ કરે, તે તો લેખે ન થાય. કડવાં ફળ છે ક્રોધના. તેવી જ રીતે માન, માયા અને લોભના પણ કડવાં ફળ છે, જેનાથી ગાઢ કર્મ બંધાય છે. શંકા સંતાપકારી છે. આ શંકા કીડાની જેમ કોરી ખાય છે. થોડી શંકા પણ મોટું નુક્સાન કરે છે. ભલે આચરણ ઓછું કરી શકું, પણ શ્રદ્ધા દઢ રહે, તેમાં શંકા ન થાય. શંકા રહિત સમકિતીને રાત-દિવસ પુરુષાર્થ જાગે. રાત-દિવસ આત્મામાં વૃત્તિ લાગી રહે. હે પ્રભુ! હું મોક્ષમાર્ગમાંથી ખસી ન જાઉં, આઘોપાછો ન થાઉં. મને આટલી બુદ્ધિ રહ્યા કરે. ગમે તેવા નિમિત્તો હોય, ઉદય હોય પણ મોક્ષમાર્ગમાંથી જીવ ખસી જાય તો તે આત્મકલ્યાણ ચૂકી ગયો. અમદાવાદથી મુંબઈની ગાડીમાં બેઠા અને બોરીવલી આવી ગયું. હવે દાદર આવવાની તૈયારી છે અને ગાડીનો અકસ્માત થઈ ગયો, તો સમગ્ર મુસાફરી નિરર્થક થઈ ગઈ. * શ્રી પુષ્પમાળામાં પરમકૃપાળુદેવે ૧ પ્રહર - ભક્તિકર્તવ્ય, પ્રહર - ધર્મકર્તવ્ય અને ૧ પ્રહર - વિદ્યાપ્રયોજન એમ કહ્યું છે. ત્રણ પ્રહર બધા થઈને માંગ્યા. ત્રણ પ્રહર એટલે નવા કલાક. સત્પુરુષની આજ્ઞાએ સ્તુતિ, નિત્યનિયમ, સ્વાધ્યાય વગેરે કરવું તે ભક્તિ છે. સ્વચ્છંદથી કરવું એ ભક્તિ નથી અને તે કરતાં જે આત્મહિતના વિચાર આવે, કષાયની મંદતા થાય, આત્માના પરિણામ સ્થિર થાય, ઉપયોગ સ્વરૂપ સન્મુખ થાય તે ધર્મ છે. કષાયની મંદતા થાય તો ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થાય. કષાય મંદ પડ્યા વગર ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થાય નહીં
SR No.023251
Book TitleDhyey Siddhi
Original Sutra AuthorN/A
AuthorGokulbhai C Shah
PublisherSahajatmaswarup Paramguru Trust
Publication Year
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy