SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ ક્ષમાપના દરિયામાં ડૂબકી મારે છે એના હાથમાં મોતી આવે છે. બહારથી દેખવાવાળાના હાથમાં મોતી આવતા નથી. જેમ જેમ તમે તત્ત્વના ચિંતનમાં જાવ તેમ તેમ વિકલ્પો ઘણા ઓછા થઈ જાય અને ક્રમે કરીને બંધ થઈ જાય. જ્ઞાની પુરુષના વચનના અવલંબને પોતાનું ખરું સ્વરૂપ સમજાય છે. સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. જયાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિવણ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧૯, ૪૧ સદૂગરના બોધે જે સુવિચારણા થાય તે સુવિચારણા છે. સદ્દગુરુના બોધ ઉપર વિચાર કરો તો એ વિચાર સુવિચાર થશે અને બીજા વિચારોથી રોકીને મનને આત્મવિચારમાં લઈ જવું હોય તો ત્યાં આત્મવીર્ય ફોરવવું પડે છે. માટે આત્માની શક્તિને સ્કુરાયમાન કરો. જૈસી પ્રીતિ હરામ કી, ઐસી હર પર હોય; ચલો જાય વૈકુંઠ મેં, પલ્લો ન પકડે કોય. આત્મવિચારનો અભ્યાસ થઈ જતાં મન ધીરે ધીરે તે તરફ ઢળવા લાગે છે. પછી બીજા કામ કરતા પણ આત્મવિચારમાં રહી શકાય છે. એક વખત આત્માનું માહાત્મ આવ્યું અને શાંતિની અનુભૂતિને સહેજ ચાખી, પછી મન બહાર ફાંફાં મારશે નહીં. એક વખત અકબરે બિરબલને કહ્યું કે આ બકરીને જ્યારે પણ ખવડાવીએ ત્યારે ખાવા તૈયાર થઈ જાય છે. જ્યારે જોઈએ ત્યારે ભૂખી ને ભૂખી. બિરબલે કહ્યું કે એ બકરીને તમે મને સોંપી દો. હું એનો કંઈક ઉપાય કરું છું. એટલે અકબરે એ બકરી બિરબલને સોંપી દીધી. બિરબલ તેને પોતાના ઘરે લઈ ગયો. તેણે એક યુક્તિ અજમાવી. બકરીને ઘાસ નાંખ્યું, પણ જેવી બકરી ઘાસ ખાવા જાય કે તેને સોટી મારે. દર વખતે એ પ્રમાણે કરે. એટલે બકરીને લાગ્યું કે આ ઘાસ ખાવા જઉં છું ત્યારે જ મને માર પડે છે. એટલે તેણે ઘાસ ખાવાનું બંધ કરી દીધું. બિરબલ ગમે તેટલું નાંખે પણ તે ખાય નહીં. પછી બિરબલ એ બકરીને અકબર પાસે લઈ ગયો અને કહ્યું કે જહાંપનાહ! હવે તમે બકરીને ઘાસ નાંખો. એ નહીં ખાય. અકબરે ઘાસ મંગાવીને બકરીની આગળ નાંખ્યું.અકબરના ઘણા પ્રયત્ન છતાં બકરીએ તે ખાધું નહીં. તેવી જ રીતે
SR No.023251
Book TitleDhyey Siddhi
Original Sutra AuthorN/A
AuthorGokulbhai C Shah
PublisherSahajatmaswarup Paramguru Trust
Publication Year
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy