________________
૩૮૨
ક્ષમાપના
ભગવાનની ટિકિટો બહાર પડે તો તમે નહીં જાવ, પણ નાટક-સિનેમાની ટિકિટમાં તમે દોડશો. એ દષ્ટિરાગ બતાવે છે. ગુણાનુરાગ હોય તો ભગવાનની ટિકિટો વેચાય એમાં વધારે જાય. દૃષ્ટિરાગ ગમે તેના પ્રત્યે હોય, એ મહાદુઃખદાયક છે, વિષ છે. ત્રણ લોકના નાથ શુદ્ધ આત્મારૂપ ભગવાન છે.
તમે ગૈલોક્યપ્રકાશક છો. ત્રણ લોકના તમામ પદાર્થો ભૂત, ભવિષ્ય, વર્તમાન અવસ્થાઓ સહિત યુગપતુ એક સમયમાં તમારા જ્ઞાનમાં જણાય છે. આપણી અંદરમાં બેઠેલા ભગવાન પણ ત્રણ લોકના નાથ છે. ત્રણ લોકના નાથના પણ નાથ છે. એનું જો માહાસ્ય આવે, એનો આશ્રય થાય તો તમે બહારના પરમાત્મા સામે પણ નહીં જુઓ. જોવા જેવો અને જાણવા જેવો તો એક પોતાનો આત્મા છે. એટલે જ પરમકૃપાળુદેવે કહ્યું કે,
જેણે આત્મા જાણ્યો, તેણે સર્વ જાણું. માટે, હવે બીજું કંઈ જાણવા જેવું નથી. કંઈ લેવા જેવું નથી, કંઈ મૂકવા જેવું પણ નથી.
આપ સ્વભાવ મેં રે અબધૂ સદા મગન મેં રહેના. પોતાનો આત્મા તે ભગવાન આત્મા છે. આ ભગવાનને મૂકીને બહારના ભગવાન માટે જીવ તીર્થોમાં દોડાદોડ કરે છે. તું કૃતકૃત્ય ત્યારે થઈશ જ્યારે તારા ભગવાનનું તને મિલન થશે. બહારના ભગવાનનું મિલન તને થઈ શકવાનું નથી. કેમ કે, પારદ્રવ્યથી પરદ્રવ્યનું મિલન થઈ શકે નહીં. પરમાત્માનું અવલંબન લઈશ તો તે પરભાવ છે અને પરભાવથી ભગવાનનું મિલન થાય નહીં. ભગવાનનું અવલંબન બહારમાં લેવું એ પરભાવ છે અને પરભાવથી સ્વભાવભાવનું કાર્ય બની શકે નહીં.આલંબન લેવાનું ના નથી કહેતો પણ આલંબન લઈને કેમ મૂકવું એ કળા શીખવાની વાત કરું છું.
આલંબન સાધન જે ત્યાગે, પરપરિણતિને ભાગે રે; અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, આનંદઘન પ્રભુ જાગે રે.
– શ્રી આનંદઘનજી કૃત મહાવીરજિન સ્તવન સ્વભાવના આશ્રય વગર કલ્યાણ નથી. ગમે તેટલો વ્યવહારધર્મ ગમે તેટલો સમય કરો, પણ એ બધો આગ્નવ-બંધ છે અને ધર્મ તો સંવર, નિર્જરા ને મોક્ષ છે. ભગવાનમાં દોષ કે વિભાવ નથી એ વિચારીને પોતે દોષ અને વિભાવથી પાછા ફરવાનું છે. પણ હજી આપણે