________________
૩૬૬
ક્ષમાપના
તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું? નિર્દોષ નરનું કથન માનો ‘તેહ જેણે અનુભવ્યું.
– શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૬૭ આમતો મૂળ આગમોમાં, સિદ્ધાંતશાસ્ત્રોમાં, કરણાનુયોગના ગ્રંથોમાં અનુભૂતિ સપ્તમ ગુણસ્થાનકમાં બતાવી છે; જેને પરમકૃપાળુદેવે પરમાર્થ નિર્વિકલ્પ અનુભવ કહેલ છે. સમ્યગદર્શન થતા ગ્રંથિભેદ થાય ત્યારે અનુભૂતિ આંશિક કહેવાય છે. એટલે આત્માના પ્રચૂર અનુભવની દશાવાળા જે મુનિ છે કે જે અંતર્મુહૂર્ત – અંતર્મુહૂર્તમાં આત્માનું અનુસંધાન કરી રહ્યા છે એવા પ્રમત્ત - અપ્રમત્ત દશામાં વર્તતા મુનિઓ શરણરૂપ છે. એમની ઉપાસના કરતાં જીવ શરણવાળો થાય છે. માટે એમની ઉપાસના કરો. એમની આજ્ઞાનું આરાધન કરનારો જીવ સાચા શરણવાળો થયો. કારણ કે, ઉપાસના એટલે આજ્ઞાનું આરાધન.
આજ્ઞા એ જ ધર્મ ને આજ્ઞા એ જ તપ. જ્યાં બે-પાંચ લાખ માણસો જાય છે ત્યાં દોડાદોડ ના કરો અને ઊભા રહો. ઘેટાના ટોળા જેવું ના કરો. એક ઘેટું પડે એટલે બધાય પડે એમ ના કરો અને જ્ઞાનીઓના વચનો સાંભળો, જ્ઞાનીઓએ જેમનું શરણું લેવાનું કહ્યું છે તેમનું શરણું લો.
મારા અપરાધક્ષય થઈ હું તે સર્વપાપથી મુક્ત થવું એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું.
જીવે ઘણા અપરાધ કર્યા છે એટલે ભગવાન પાસે ક્ષમા માંગે છે. અજ્ઞાની જીવો અનેક પ્રકારના અપરાધો વર્તી રહ્યા હોય છે. માટે આ બધા દોષો અને પાપોથી મુક્ત થવા માટે તેને પશ્ચાત્તાપ થાય છે કે મેં આ શું કર્યું અજ્ઞાન અવસ્થામાં! આત્માનું હિત ચૂકી ગયો અને આત્માનું અહિત થાય એવા કાર્યો અને પ્રવૃત્તિ મેં કરી ! એનું પાછળથી ભાન થાય છે. શરણ કેમ પ્રાપ્ત થતું નથી? તેનું કારણ જીવ અપરાધી છે. જેની આરાધના કરવી જોઈએ તેની આરાધના કરતો નથી. પોતામાં દોષો છે તે જણાતાં નથી. સત્તામાં દોષ હોય તે જણાય નહીં. નિમિત્ત મળે દોષ ઊભા થાય. આત્માની આરાધના નથી કરતો એ મોટો દોષ છે. અત્યારે જગતમાં આવાં દોષિત અને અપરાધીઓની સંખ્યા કેટલી હશે તે વિચારો.
આત્માનું હિત માત્ર રત્નત્રયની અભેદ પરિણતિથી થાય છે, બીજાથી નહીં. આત્માનું હિત તો આત્માના શુદ્ધ પરિણામથી થાય; અને જ્યાં સુધી શુદ્ધ પરિણામ પ્રગટ થતા નથી, ત્યાં