SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૫ ક્ષમાપના અસદ્દગુરુના બોધથી જ્ઞાનીની આશાતના કરી નાંખે છે, સાચા દેવ-ગુરુની આશાતના કરી નાખે છે અને ઉપેક્ષાએ પ્રવર્તે છે. જ્યારે જ્યારે જ્ઞાનીઓ હોય છે ત્યારે તેમની ઉપેક્ષા કરનારો વર્ગ મોટો હોય છે, પછી લોકો એમના પથરાને પણ પૂજવાના. રામના નામે પથરા તરી જાય, પણ રામ પથરો નાંખે તો ડૂબી જાય ! જીવ જ્ઞાનીની ઉપેક્ષાએ પ્રવર્તે છે કે આપણે આમનું સાંભળીશું તો આપણું છૂટી જશે. આ આપણું છોડાવી દેશે, માટે આમના સ્વાધ્યાયમાં જવાનું નહીં. બસ ! મિથ્યાત્વના કારણે આવો આગ્રહ થઈ જાય છે, કદાગ્રહ થઈ જાય છે, હઠાગ્રહ થઈ જાય છે. એટલે માંડ કોઈ એક જગ્યાએ તેને સાચું તત્ત્વ મળવાનું એક બારણું હતું તે બંધ થઈ ગયું. તેની સંસારવાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં પરિચ્છેદ માની પરમાર્થ પ્રત્યે તે ઉપેક્ષિત રહે છે. જુઓ ! માને છે કે મારું કામ થાય છે, પણ સંસારવાસના ઉચ્છેદ થતી નથી, સંસારવાસના તો બધી એમની એમ પડી છે, છતાં માને છે કે મારી પરિચ્છેદ થઈ રહી છે. એમ માની પરમાર્થ એટલે સાચા મોક્ષમાર્ગ પ્રત્યે ઉપેક્ષિત રહે છે એ જ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભનો આકાર છે. વિશેષ શ્રી વચનામૃતમાંથી પત્રાંક ૪૫૯, પર૨, ૬૧૩ અને ૬૨૨માંથી વાંચવું. ન સમજાય તો કોઈ વિશિષ્ટ અભ્યાસી હોય, સાધક હોય, દશાવાળા જીવ હોય તેમને પૂછવું. તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. ધર્મ એટલે “વત્યુ સહાવો ધમ્મો, દસ લક્ષણ ધર્મ, અહિંસામય ધર્મ અને રત્નત્રય ધર્મ.આ ધર્મ છે તેને ઓળખો. તત્ત્વથી દેવ, ગુરુ, ધર્મને ઓળખો, તો તમને આત્મતત્ત્વની સાચી ઓળખાણ થશે, શ્રદ્ધા થશે; તો સમ્યગ્રદર્શનનું કાર્ય થવાની સંભાવના રહેશે, નહીં તો સમ્યગદર્શન થવાની સંભાવના પણ રહેશે નહીં. દેવ, ગુરુ, ધર્મની અંદરમાં વિપરીતતા હશે તો સમ્યગ્દર્શન ક્યારેય પણ થઈ શકવાનું નથી. અન્ય દર્શનવાળા આપણા જેવા જ આત્માઓ છે, અને એ પણ ખૂબ ધર્મ કરે છે, પણ દેવ, ગુરુ, ધર્મની વિપરીતતા હોવાના કારણે તેઓ અધિકારી નથી. તેવી રીતે વીતરાગ દર્શનમાં પણ દેવ, ગુર, ધર્મની શ્રદ્ધા નહીં કરનારા અધિકારી બની શકતા નથી. સિદ્ધાંત બધાને માટે સરખો હોય. મોક્ષ જોઈતો હોય તો આ ત્રણનું અવલંબન લેવું પડશે. - “હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું.” મુનિથી તો આપણે બાર ગાઉ દૂર ભાગીએ છીએ. જાણે આ કાળમાં કોઈ મુનિ હોય જ નહીં અને હોઈ શકે જ નહીં, એવી આપણી માન્યતા છે. આ કાળમાં ગૃહસ્થોને જ આત્મજ્ઞાન થાય, એમ માનીને તેમને જ પકડીને બેઠા છીએ, જે આરંભ – પરિગ્રહધારી છે. ના મળે તો વાંધો નહીં, પણ
SR No.023251
Book TitleDhyey Siddhi
Original Sutra AuthorN/A
AuthorGokulbhai C Shah
PublisherSahajatmaswarup Paramguru Trust
Publication Year
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy