________________
૩૪૨
ક્ષમાપના
નથી એટલે. કોઈ દેવ-દેવીઓને માને એ પણ બધા મિથ્યા છે. કેમ કે, એ અઢાર દોષથી રહિત તો છે નહીં. સંપૂર્ણ વીતરાગદેવ એ જ સદૈવ છે, એ સિવાય કોઈ પણની એવી શ્રદ્ધા અંદરમાં દઢ રહેવી જોઈએ નહીં. એવી રીતે ગુરુતત્ત્વ છે.
આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૦
પરમકૃપાળુદેવે આ વ્યાખ્યા કરી છે, છતાંય આપણે એને મૂકીને આવા લક્ષણ વગરનાને ગુરુ તરીકે માનીએ છીએ. આ એક મિથ્યાત્વનો પ્રકાર છે અને મિથ્યાત્વના ઉદયમાં આમ થવાનું. ના થાય તો આશ્ચર્ય, થાય એમાં કાંઈ આશ્ચર્ય નથી. આ ગાથા પરમકૃપાળુદેવે પત્રાંક - ૮૩૭ માં સમજાવી છે. અભ્યાસીઓએ ત્યાંથી સમજવી.
કર્મના ઉદય અનુસાર સદ્ગુરુ વિચરી રહ્યા છે. કોઈ કહે કે સાહેબ ! કોઈ ભક્તો બોલાવે તો? અરે ! ભક્તો હોય કે ગમે તે હોય એમને કોઈના પ્રત્યે અંદરમાં રાગ નથી. અમુક ક્ષેત્રમાં મારા ભક્તો વધારે છે તો એ ક્ષેત્રમાં જઈને બધાને બોધ આપું, એવો એમને રાગ હોતો નથી. ‘અથવા ભક્તિનો કર્તા છે, માટે મા૨ો છે, એમ કદી જોયું નથી.' એમ છ પદના પત્રમાં પરમકૃપાળુદેવે કહ્યું છે. ક્યાંય સસ્પ્રંથગુરુને મૂક્યા નથી, નિગ્રંથગુરુને મૂક્યા છે. સગ્રંથ એટલે આરંભ-પરિગ્રહ સહિત હોય તે. આરંભ-પરિગ્રહધારીને ગુરુ માનવા તે પણ મિથ્યાત્વ છે. એમને નિગ્રંથગુરુના ખાનામાં બેસાડવા એ પણ મિથ્યાત્વ છે અને આ કાળમાં મોટાભાગના જીવો આવા આરંભ-પરિગ્રહવાળાને ગુરુ તરીકે માની બેઠેલા છે. એવા જીવ ગમે તેટલી સાધના કરે તો પણ તે સમ્યગ્દર્શનનો અધિકારી થઈ શકે જ નહીં. એ અનંતાનુબંધી છે. પરમકૃપાળુદેવ અનંતાનુબંધી કષાય વિષે જણાવતાં કહે છે,
અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ સમ્યક્ત્વ સિવાય ગયાં સંભવે નહીં; એમ જે કહેવાય છે તે યથાર્થ છે. સંસારી પદાર્થોને વિષે જીવને તીવ્ર સ્નેહ વિના એવાં ક્રોધ, માન, માયા અને લોભ હોય નહીં, કે જે કારણે તેને અનંત સંસારનો અનુબંધ થાય. જે જીવને સંસારી પદાર્થો વિષે તીવ્ર સ્નેહ વર્તતો હોય તેને કોઈ પ્રસંગે પણ અનંતાનુબંધી ચતુષ્કમાંથી કોઈપણ ઉદય થવા સંભવે છે, અને જ્યાં સુધી તીવ્ર સ્નેહ તે પદાર્થોમાં હોય ત્યાં સુધી અવશ્ય ૫રમાર્થમાર્ગવાળો જીવ તે ન હોય.
ન