________________
૩૩૬
ક્ષમાપના
તપ એ આઠ પ્રકારના મદમાં અજ્ઞાની જીવ તણાઈ જાય છે. ધનની બાબતમાં ટોપ ટેન આવવાવાળાને ધનનો ઘણો મદ હોય છે. ત્યારે પરમકૃપાળુદેવે પત્રાંક - ૮૩૨ માં કહ્યું કે,સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે; મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ, પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે; અને મેળવવામાં સુખ માને છે; પણ અહો! જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણીત કર્યો કે કિંચિત્માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે.
માટે સાધકોને કહ્યું છે કે પૈસાવાળાના પડખે કદી ચઢશો નહીં અને પૈસાવાળાને ધર્મમાં ક્યારેય આગળ રાખશો નહીં, છેટેથી જે કાંઈ કહેવું હોય તે કહેજો કે તમારે આમ કરવું હોય તો કરો, બાકી એના પૈસા પર નજર કરવા ગયા તો તમે ગયા. એવી રીતે બીજો મદ રૂપનો છે. જે રૂપાળા હોય તે અરીસાથી ખસશે જ નહીં. હજી હું વધારે રૂપાળો કેવી રીતે દેખાઉં ! સનતકુમાર ચક્રવર્તી સજીધજીને બેઠા છે, ત્યારે દેવે આવીને કહ્યું કે તમારામાં અહંનું ઝેર ચઢેલું છે. તમે તાંબૂલ થૂંકો અને એના ઉપર માખી બેસશે ને મરી જશે. પછી બળનો મદ – આ અમેરિકા અને ચીનવાળા છે એ બળનો બહુ મદ કરે છે. ઠીક છે કે તમને પુણ્યના ઉદયના કારણે બળ મળ્યું છે, પણ એનો મદ ના હોવો જોઈએ. બળનો સદુપયોગ કરો. બીજા જીવોના દુઃખો દૂર થાય એમાં ઉપયોગ કરો. એકની એક વસ્તુ છે, એનો સદુપયોગ પણ થાય છે અને દુરુપયોગ પણ થાય. જુઓ ! આતંકવાદીઓ એ.કે. ૪૭ રાઈફલનો દુરુપયોગ કરે છે અને મિલીટરીવાળા એ જ રાઈફલનો સદુપયોગ કરે છે, દેશનું રક્ષણ કરે છે.
વિદ્યા ભણ્યો પણ જો વાદ-વિવાદ ઘટ્યાં, જ્ઞાનનો અહંકાર ના આવ્યો તો કામનું. સમ્યગ્દર્શન વગરનું શાસ્ત્રનું જ્ઞાન પણ મદનું કારણ બને છે. એક નાનો બનાવ બહુ સંક્ષેપમાં કહું છું. ગણેશપ્રસાદ વર્ણીજીએ એમના પુસ્તકમાં દૃષ્ટાંત લખ્યું છે. કાશીમાં એક પંડિત હતા. તેઓ બહુ મોટી ઉંમરના હતા. એમણે આખા હિંદુસ્તાનના બધા પંડિતોને જીતી લીધેલા. તેઓ ૭૫-૮૦ વર્ષના થયા તો પણ રોજના ૧૪ થી ૧૬ કલાક શાસ્ત્રો વાંચે. કોઈએ કહ્યું કે તમે આટલા બધા શાસ્ત્રો વાંચ્યા છે, હવે તો થોડું મૂકો. તો તેઓ કહે, ‘ના, હું જીવું ત્યાં સુધી મને કોઈ હરાવી ના જવા જોઈએ. એટલા માટે હું વાંચુ છું.' બધાયને શાસ્ત્રાર્થની ચેલેન્જ આપે અને હાર-જીત માટે શરત રાખે. એક યુવાન પંડિત તેમની પાસે આવ્યો અને કહ્યું કે મારે તમારી સાથે શાસ્ત્રનો વાદ ક૨વો છે, શાસ્ત્રાર્થ ક૨વો છે. હું જીતી જાઉં તો મને શું આપશો ? અને તમે હારી જશો તો તમે શું કરશો ? તો પંડિતે કહ્યું, ‘હું હારી જાઉં તો હું કૂવામાં પડીને ડૂબી