________________
૧૦
ભક્તિના વીસ દોહરા તે ત્રણે અભેદ પરિણામથી રે, જયારે વર્તે તે આત્મારૂપ, મૂળ. તેહ મારગ જિનનો પામિયો રે, કિવા પામ્યો તે નિજસ્વરૂપ. મૂળ. ૯
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૭૧૫ - “મૂળમાર્ગ રહસ્ય શેની વાત ચાલે છે? શુદ્ધ ભાવ મુજમાં નથી. ભક્ત ભગવાનને પ્રાર્થના, વિનંતી કરે છે અને પોતાનું બળ વધારવા પોતાને કહે છે, “હે જીવ! હવે તું શુદ્ધ ઉપયોગ પ્રગટ કરવાનો લક્ષ રાખીને સાધના કર. આ જ સાધના સાચી છે. અનાદિ કાળમાં અનંત વાર બધું કર્યું, પણ આ શુદ્ધોપયોગ પ્રગટ થાય તેવી સાધના તેં કરી નથી. પરમકૃપાળુદેવે કહ્યું છે,
વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો. અબ કયૌન બિચારત છે મન મેં, કછુ ઔર રહા ઉન સાધન સેં? બિન સદ્દગુરુ કોય ન ભેદ લહે, મુખ આગલ હૈ, કહ બાત કહે?
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૫ - શું સાધન બાકી રહ્યું?” શુદ્ધ ભાવ મુજમાં નથી' એવી કોઈ દિવસ પ્રાર્થના કરી છે? બીજી બધીય વાતો કરી પણ આવી પ્રાર્થના ક્યારેય કરી? જુઓ, પ્રાર્થનાની પદ્ધતિ પણ પરમકૃપાળુદેવે આપણને શિખવાડી કે ભગવાનને આવી પ્રાર્થના કરો. ભગવાન પાસે જાય ત્યારે જીવ ઘણી માંગણી કરે છે, પણ આ પ્રકારના ભાવ કરવા એ બહુ ઉત્તમ વસ્તુ છે. કેમ કે, નિષ્કામ ભક્તિ છે.
એક ભિખારી હતો. તે મંદિરની બહાર પાથરણું પાથરીને બેસે અને ભીખ માંગે. જે કોઈ આવે તેને પોતાની પાસે રહેલા વાડકામાં કંઈ નાંખવાનું કહે. તે સમયે એક શેઠ નીકળ્યા. તેમને કહે કે શેઠજી આમાં કંઈક નાખો ને. ત્યારે શેઠે કહ્યું કે તું રોજ માંગ માંગ કરે છે ! દરરોજ તને હું શું આપું? તારે કોઈ બીજો ધંધો નથી? રોજ બેઠો બેઠો માંગે છે! ત્યારે ભિખારીએ કહ્યું કે “સાહેબ! તમે અંદર માંગો છો ને હું બહાર માંગું છું, તમે મોટી માંગણી કરો છો ને હું નાની માંગણી કરું છું, તમે કરોડો માંગો છો ને હું રૂપિયા માંગુ છું, આપણે બંને ભિખારી જ છીએ! એક જ કુળના છીએ !” ભીખ માંગવાની નથી, પણ નિષ્કામ ભાવથી ‘ભાવ વ્યક્ત કરવાના છે. હે ભગવાન! તમે મારામાં શુદ્ધ ભાવ પ્રગટ કરી દો એવું નથી કહેવાનું, પણ ભગવાનને કહેવાનું છે કે આ ભાવ મારામાં નથી. બસ એ લક્ષમાં રાખીને આ ભાવ વધે એવી અંતરંગ સાધના કરવાની છે.