________________
૨૯૦
ક્ષમાપના
આત્મા સાથે અભેદ નહીં કરી શકો. કોઈપણ સાધન છે એ ઉપયોગને આત્મામાં અભેદ કરવા માટે છે; ચાહે તે ભક્તિ હોય, સત્સંગ હોય, ધ્યાન હોય, ચિંતન હોય, સામાયિક હોય, પ્રતિક્રમણ હોય કે ત્યાગ હોય. જીવનું, અજીવનું ચિંતવન કરવાથી અજીવ પ્રત્યેનું આકર્ષણ આપણને મટી જાય છે. “કર વિચાર તો પામ', “ઔષધ વિચાર ધ્યાન.”
એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનનાં, સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં. તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું? નિદૉષ નરનું કથન માનો તેહ’ જેણે અનુભવ્યું
– શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૬૭ નિર્દોષ એટલે આપ્તપુરુષ. આપ્ત એટલે વિશ્વાસ કરવા યોગ્ય જ્ઞાનીપુરુષોનો બોધ આગમપૂર્વક, ગુરુગમપૂર્વક, ભગવાને કહેલા તત્ત્વને અનુરૂપ અને અનુભવ સહિત હોય છે. જીવ તત્ત્વમાં શુદ્ધ જીવ ઉપાદેય છે. અશુદ્ધ જીવ હેય છે. અજીવ તત્ત્વમાં પાંચ દ્રવ્યો છે – પુદ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. એ પાંચમાં ચાર તો સ્વભાવપરિણામી છે એટલે આપણને નડતા નથી. નડતરરૂપ થતું હોય તો પુદ્ગલ છે. તો પુદ્ગલ ઉપાદેય કે હેય? હેય. તમારો દેહ પુદ્ગલ કે જીવ? પુગલ. તો દેહ ઉપાદેય કે હેય? તમારા ઘરવાળા ઉપાદેય કે હેય? પૈસા ઉપાદેય કે હેય? જગતમાં જે કંઈ પદાર્થો છે એ ઉપાદેય કે હેય? બધાય હેય (ત્યાગવા યોગ્ય છે. એ હેયને ઉપાદેય માનીને ચોવીસ કલાક અજ્ઞાની જીવ એની પાછળ દોડ્યા કરે છે. જો હેય માન્યું તો એને હવે છોડવાનું છે, ભલે ક્રમે ક્રમે છોડો, ધીમે-ધીમે છોડો પણ હવે છોડવાનું છે. અનાદિકાળથી આ ભૂલ ચાલી આવે છે - પરમાં અહમ્પણું, મમત્વપણું. કેટલીયવાર આ જીવ સાધુ થયો, મોટો પંડિત થયો કે મોટો ધર્માત્મા થયો તો પણ હેય, શેય, ઉપાદેયનો વિવેક તેણે યથાર્થ સૂક્ષ્મતાપૂર્વક કર્યો નથી એટલે તેને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ નથી. આ જરૂરી છે કેમ કે,
तत्त्वार्थश्रद्धानंसम्यग्दर्शनम् ।
–શ્રી તત્ત્વાર્થ સૂત્ર - અધ્યાય ૧ - સૂત્ર - ૨ તત્ત્વોની સાચી શ્રદ્ધા થવી એનું નામ જ સમ્યગદર્શન છે. જગતનો કોઈ પદાર્થ ઉપાદેય નથી, કોઈ પદાર્થ આત્માને હિતકારી નથી, કોઈ પદાર્થથી આત્માને શાંતિ થતી નથી કે કોઈ