________________
૨૬૨
શું સાધન બાકી રહ્યું ? અનંત દુઃખ પામતા હતા તે જ શક્તિને આત્માના વિકાસ અને આત્માની સાચી સાધના, રત્નત્રયની સાધનામાં લગાડી તો એ જ શક્તિ તમને અનંત સુખમાં, આનંદમાં નિમિત્ત થાય છે. વસ્તુ એની એ જ છે. એનો સદુપયોગ કેમ કરવો એ કળા જ્ઞાની શીખવે છે. અજ્ઞાની એ બતાવી શકે નહીં. અજ્ઞાની જ્યાં મોક્ષમાર્ગ નથી ત્યાં મોક્ષમાર્ગ બતાવશે અને જ્યાં મોક્ષમાર્ગ છે ત્યાં એની દૃષ્ટિ પણ જતી નથી, તો એ બીજાને તો શું દૃષ્ટિ કરાવશે ? સમ્યગ્દર્શન થયા પછી ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં, ભવનાં બીજતણો આત્યંતિક નાશ જો; સર્વ ભાવ જ્ઞાતા દેષ્ટા સહ શુદ્ધતાં, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો
અપૂર્વ. ૧૫
— શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક – ૭૩૮ - ‘અપૂર્વ અવસર’
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
✰✰✰