SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ શું સાધન બાકી રહ્યું ? અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહીં; નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ. ૨૨૯ · શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૪ - ‘વીસ દોહરા' આનું નામ સ્વધર્મ છે. મોક્ષમાર્ગમાં નિષ્કામ ભક્તિપૂર્વકનો પ્રેમ વધતો જાય, એ ભક્તિ પરાભક્તિમાં ટ્રાન્સફર થાય, તેમ તેમ તેની યોગ્યતા વધતી જાય છે. સહજપણે પાત્રતા આવી છે માટે. પાત્ર જીવને સહજ હોય, અપાત્ર જીવ ખેંચીને કરે છે તો પણ સહજતા આવતી નથી, કેમ કે પાત્રતા નથી. ગમે તેવો પાપી જીવ હોય, તે પણ આ પ્રેમપ્રવાહથી પવિત્ર બની જાય છે. શ્રી ‘વિનયપાઠ’માં કહ્યું છે, અંજન સે તારે પ્રભુ ! જય જય જય જિનદેવ. અંજન ચોર જેવા પણ છૂટી ગયા. ભગવાન, ગુરુ અને પોતાના આત્મા પ્રત્યે પ્રેમ આવ્યો અને પોતાના તમામ અકાર્યો પ્રત્યે તેને ધૃણા થઈ કે આ મેં શું કર્યું ? દઢપ્રહારીએ અનેક જીવોને આખા નગરમાં માર્યા હતા, પછી તેને પશ્ચાત્તાપ થયો. પછી નગરના ચારે બાજુના દરવાજે ઊભા રહીને ઉપસર્ગ - પરિષહ સહન કર્યા અને બાંધેલા સર્વ કર્મોની નિર્જરા કરી નાખી. રૂનો ઢગલો કરવો હોય પાંચસો મણનો, તો મહિનો જોઈએ અને બાળવો હોય તો કેટલી વાર લાગે ? એક દિવાસળી, એક ચિનગારી બહુ થઈ ગઈ. પરમકૃપાળુદેવે કહ્યું છે, કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં શમાય. · શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧૪ તેમ આત્મપ્રાપ્તિ માટે સર્વાર્પણપણે, પૂરા પ્રેમથી સત્પુરુષની ઉપાસના કરતાં કર્મનો ક્ષય થાય. એ શ્રદ્ધા, એ પ્રેમ, એ જ આત્મપ્રાપ્તિનો માર્ગ છે. તનસે, મનસે, ધનસે, સબસે, ગુરુદેવકી આન સ્વ-આત્મ બસે. પૂરા પ્રેમથી સર્વાર્પણપણું. આ જીવે પ્રેમ અનેક વસ્તુઓમાં ને પદાર્થોમાં ઢોળી નાંખ્યો છે, પણ એ નકામો જાય છે. જેમ પાણીનો નળ લીક હોય તો પાણી વેસ્ટ જાય, તેવી રીતે જગતપ્રેમનો પ્રવાહ વેસ્ટ જાય છે. તો, આત્મપ્રાપ્તિ માટે સર્વાર્પણપણે, પૂરા પ્રેમથી સત્પુરુષની ઉપાસના કરતાં કર્મનો ક્ષય થાય એ શ્રદ્ધા, એ પ્રેમ, એ માર્ગ છે.
SR No.023251
Book TitleDhyey Siddhi
Original Sutra AuthorN/A
AuthorGokulbhai C Shah
PublisherSahajatmaswarup Paramguru Trust
Publication Year
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy