________________
શું સાધન બાકી રહ્યું ?
તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી અબંધદશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા અશાતારૂપ અનુભવ વેદ્યા વિના રહેવાનો નથી. એમ નિશ્ચય કરી આત્મા ચૈતન્યાત્મક સ્વભાવી છે. એ નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી કંઈક ને કંઈક વેદવાનો, જાણવાનો, અનુભવવાનો. કાં તો ‘સ્વ’ ને જાણશે, કાં તો ‘પર’ ને જાણશે; કાં તો શાતાનો અનુભવ કરશે, કાં તો અશાતાનો અનુભવ કરશે; કાં તો આત્માના અતીન્દ્રિય આનંદનો અનુભવ ક૨શે. પણ, એક સમય એ અનુભવ કર્યા વગરનો રહેતો નથી. કેમ કે, એ એનો ગુણ છે. એ સમયે સમયે પરિણમન કરે છે. જેમ જ્ઞાન ગુણનું પરિણમન સમયે સમયે જાણવાજોવાનું ચાલે છે, તે રીતે આનંદ ગુણનું પણ પરિણમન સમયે સમયે ચાલે છે. એટલે કાં તો શાતાને, કાં તો અશાતાને, કાં તો પોતાના આત્માના અતીન્દ્રિય આનંદને અનુભવે છે, આ સુખ ગુણનું પરિણમન છે. વિભાવ પરિણમનમાં એ શાતા અને અશાતાને વેદે છે. આવો નિશ્ચય દઢ કરો.
૨૨૦
જે શુભાશુભ પરિણામધારાની પરિણતી વડે તે શાતા અશાતાનો સંબંધ કરે છે, તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ, શુભાશુભ ધારાથી હવે ઉદાસીન થાવ. આ જે શાતા-અશાતાની સતત કર્મધારા ચાલે છે તેનો હું જ્ઞાતા-દષ્ટા છું, કર્તા નથી. કર્મના ઉદયના નિમિત્તથી છે, તે મારા સ્વભાવભાવની પર્યાય નથી. મારા સ્વભાવના આશ્રયે ઉત્પન્ન થયેલ નથી. મારાથી ભિન્ન છે. એ ધારા પ્રત્યે ઉદાસીન એટલે એ ધારાના માત્ર જ્ઞાતા-દષ્ટા રહો, કર્ના નહીં. હું માત્ર જોનાર૨.
દેહાદિથી ભિન્ન અને સ્વરૂપમર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી, આત્મા તો ત્રણે કાળ સ્વરૂપ મર્યાદામાં જ છે અને સ્વરૂપ છોડીને બહાર જતો નથી. જે ચલ સ્વભાવરૂપ પરિણામધારા છે તે પરિણામની ધારા ચલાયમાન થતી જાય છે, બદલાતી જાય છે. તેનો વિયોગ જ્યારે જીવ ઉપયોગ દ્વારા સ્વભાવનો આશ્રય કરે ત્યારે થઈ જાય છે. એ જ સન્માર્ગ છે, સાચો માર્ગ છે. તેને ગ્રહણ કરવો.
૫૨મ શુદ્ધ ચૈતન્યસ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે. કર્મના ઉદયની સાથે આત્મા જોડાય છે, એટલે તેનામાં અનેક પ્રકારના કલંકિત પરિણામો, વિભાવ પરિણામો થાય છે, શુદ્ધ પરિણામ નથી થતા. કર્મના ઉદય સાથે ભળીને જ્યારે આત્મા પરિણમે છે ત્યારે તેની અંદરમાં કંઈક ને કંઈક વિભાવ, શુભાશુભ ભાવો થાય છે. અશુભ ભાવ તો સકલંક પરિણામ છે ને શુભ ભાવ પણ સકલંક પરિણામ છે. તેથી ઉપરામ થઈ, એટલે