________________
૧૮૪
શું સાધન બાકી રહ્યું ? સાપેક્ષતા જોઈએ. તો, આ સુગુરુગમની વાત છે. સુગુરુ એટલે આત્મજ્ઞાની ગુરુ, નિગ્રંથ ગુરુ - વ્યવહારથી. જો ગુરુગમ મળે તો સહજમાં છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. ગુરુના શરણમાં ધીમે-ધીમે સાધકનું ઘડતર થાય છે. અનાદિની જે વિપરીત શ્રદ્ધા, માન્યતાઓ અને જાણકારપણું છે તે મટતું જાય છે, નીકળતું જાય છે અને તે સાચી વસ્તુ ગ્રહણ કરતો જાય છે. અનાદિકાળથી આ જીવે વિપરીત ગ્રહણ કરેલું છે એટલે મિથ્યાત્વ પણ અંદરમાં ગાઢું કરેલું હોય છે. એટલે તેને નીકળતાં થોડી વાર લાગે, કારણ કે ઘણા સમયથી પડ્યું છે, પણ સાચું તત્ત્વ મળ્યું છે, એની સાચી શ્રદ્ધા થઈ છે, સાચો પુરુષાર્થ થાય છે તો મિથ્યાત્વ પણ ક્રમે કરીને મોળું પડતું પડતું તૂટીને સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે. પત્રાંકે - પ૩૭માં પરમકૃપાળુદેવે એક વાત બહુ સરસ જણાવી છે અને સુંદર બોધ આપ્યો છે,
મહાત્મા શ્રી તીર્થકરે નિગ્રંથને પ્રાપ્તપરિષહ સહન કરવાની ફરી ફરી ભલામણ આપી છે. મહાત્મા અથવા પરમાત્મા શ્રી તીર્થકરે નિગ્રંથને એટલે મુનિઓને પ્રાપ્ત પરિષહ એટલે ઉદયવશાત્ જે કાંઈ ઉપસર્ગ-પરિષહ આવે તેને સહન કરવાની એટલે સમભાવપૂર્વક સહન કરવાની ફરી ફરી ભલામણ કરી છે.
તે પરિષદનું સ્વરૂપ પ્રતિપાદન કરતાં અજ્ઞાનપરિષહ અને દર્શનપરિષહ એવાબે પરિષહ પ્રતિપાદન કર્યા છે, જે મુનિને આત્મજ્ઞાન નથી તેમને આ બે પરિષહ મુખ્ય છે. અજ્ઞાનપરિષહ અને દર્શનપરિષહ. એટલે મિથ્યાદર્શન અને મિથ્યાજ્ઞાન. જેના કારણે આટલું બધું ચારિત્ર પાળે છે, તો પણ અંદરની આકુળતા શમતી નથી અને સમાધિમાં જીવ આવતો નથી. અનેક બળવાન સાધના કરે છે, પણ જ્યાં સુધી મિથ્યાદર્શન અને મિથ્યાજ્ઞાન છે ત્યાં સુધી મિથ્યાચારિત્ર ખસવાનું નથી. તો, આવા બે પરિષહ પ્રતિપાદન કર્યા છે.
કે કોઈ ઉદયયોગનું બળવાનપણું હોય, પૂર્વે બાંધેલા કર્મોનો ઉદય બળવાન ચાલતો હોય, પૂર્વે લઈને આવ્યો છે ને! કે સાહેબ હું આટલા વર્ષથી સાધના કરું છું પણ બાપુ! તું ઘણા વર્ષોનું મિથ્યાત્વ લઈને આવ્યો છું, એનો ઉદય ચાલે છે અત્યારે; અને એ ઉદય તારા ઉપયોગને નિજ ઘરમાં ઘૂસવા દેતો નથી. ઉદય કહે છે કે પહેલાં મારો હિસાબ ચૂકતે કરો, પછી તમે તમારા ઘરમાં જાવ. અને સત્સંગ, સત્યરુષનોયોગથયા છતાં જીવને અજ્ઞાનનાં કારણો ટાળવાની હિંમત ન ચાલી શકતી હોય, મુંઝવણ આવી જતી હોય, તોપણ ધીરજ રાખવી; નબળો પડતો હોય, પુરુષાર્થ મંદ થઈ જાય, થાકી જાય, પાછો ફરી જાય કે ભાઈ મારું કામ નથી. મુંઝવણ