________________
શું સાધન બાકી રહ્યું ?
૧૭૩ અને સ્વમાં તાદાભ્યમાં તનાવ હોતો નથી. પરમાં તમે તદાકારતા કરી છે, તન્મયતા કરી છે એના કારણે આ બધા પરિણામો ઉપસ્થિત થયા છે અને તેનું મૂળ કારણ મોહ છે. મોહના કારણે આ બધું તોફાન ચાલે છે. કોઈ બનાવથી આત્માને લાભ-નુક્સાન નથી. મોહભાવથી આત્માને લાભ-નુક્સાન થાય છે. એ બનાવની ખતવણી મોહભાવથી આપણે કરીએ છીએ એટલે તમને નુક્સાન થાય છે, અશાંતિ થાય છે, આગ્નવ-બંધ થાય છે, અનેક પ્રકારના દુઃખો ભોગવીએ છીએ અને ભોગવવા પડે છે. તો, કછુ ઔર રહા ઉન સાધનસે એટલે કયું સાધન? તો કે કોઈપણ બનાવમાં ઉપયોગ દ્વારા તનાવ ન થાય. પરમકૃપાળુદેવે લખ્યું છે કે,
ઉપયોગ એ જ સાધના છે.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૩૭ એક અશુદ્ધ ઉપયોગ છે અને એક શુદ્ધ ઉપયોગ છે. અશુદ્ધ ઉપયોગના બે પ્રકાર છે - એક શુભ ઉપયોગ અને બીજો અશુભ ઉપયોગ. શુદ્ધ ઉપયોગ એક જ પ્રકારનો છે - રત્નત્રયની અભેદતારૂપ. તો, ઉપયોગ દ્વારા કોઈ કાર્યની અંદર ભળી ન જાવ. ભલે ભક્તિ કરતા હોવ તો પણ ભળી ના જાવ. ભગવાનની સેવા કરતા હોય તો પણ ભળી ના જાવ, એના પણ જ્ઞાતા રહો. ભળી જશો તો શુભ ભાવ અને જ્ઞાતા રહેશો તો શુદ્ધ ભાવ. આ ભાવો પ્રગટ કરવાનો લક્ષ નિરંતર રાખવો જોઈએ. વીસ દોહરામાં આપણે બોલીએ છીએ કે,
શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજરૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ?
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક – ૨૬૪ - “વીસ દોહરા' ગાથા - ૨ ઉપયોગને પર સાથે જોડી દીધો છે. એટલે શુદ્ધભાવ ક્યાંથી થાય? કર્મના ઉદયમાં કે બાહ્ય નિમિત્તોમાં ઉપયોગને જોડી દીધો છે. એટલે શુદ્ધભાવ તો હવે મટી ગયો. ઉપયોગનું પરમાં જોડાણ કર્યું એ જોડાણ ના કરવું અને એનું જોડાણ આત્મામાં કરવું - આ સાધન આપણું બાકી છે. ભક્તિ ઘણી કરી, ત્યાગ ઘણા કર્યા, તપ ઘણા કર્યા, શાસ્ત્રજ્ઞાન ઘણું કર્યું, ધર્મની બીજી ક્રિયાઓ ઘણી કરી, છતાં
અબ ક્યોં ને બિચારવ છે મનસે
કછુ ઔર રહા ઉન સાધનસે. કંઈક સાધન હજુ ખૂટે છે. નંબરવાળું તાળુ છે, પાંચ નંબર ભેગા થાય તો ખૂલે છે. એ તમે આખો દિવસ ફેરવો ને ચાર નંબર મળ્યા પણ એક નંબર ના મળ્યો તો એ તાળું ખુલતું