________________
શું સાધન બાકી રહ્યું ?
૧૬૫ પણ ન આપું. જેમણે જેમણે તેમની પાસે દીક્ષા લીધી એ બધાંયને પહેલાં તેમણે જ ઘણા વખત સુધી ભણાવ્યા. પછી એમને બહાર મોકલ્યા. આ એક પરંપરા છે, આ જ પરંપરા કહેવાય. અનાદિની પરિપાટી છે. આ જૂની પરંપરાને તેમણે જીવિત કરી. નહીં તો તે પહેલાના થોડા સમયમાં શિષ્યને પંડિતો પાસે ભણવા મોકલતા અને પછી દીક્ષા આપતા. પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત.
-શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૫૮ તો, શાસ્ત્ર અનધિકારી જીવના હાથમાં જાય છે તો તેને શસ્ત્રરૂપે પરિણમે છે. અનેક સાધનો અનંતવાર આપણે કર્યા છે. આ ભવમાં શાસ્ત્રજ્ઞાન, તપ-ત્યાગ કે બીજી કંઈ ધર્મની ક્રિયાઓ કરીએ એટલે રાજી-રાજી થઈ જઈએ છીએ, તે રાજી થવા જેવું નથી.
શ્રી શ્રેયાંસજિન અંતરજામી, આતમરામી નામી રે; અધ્યાતમ મત પૂરણ પામી, સહજ મુગતિગતિ ગામી રે. શ્રી શ્રેયાંસ. ૧ નિજ સ્વરૂપ જે કિરિયા સાધે, તેહ અધ્યાત્મ લહીએ રે; જે કિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાત્મ કહીએ રે. શ્રી શ્રેયાંસ. ૨ સયલ સંસારી ઈન્દ્રિયરામી, મુનિગણ આતમરામી રે; મુખ્યપણે જે આતમરામી, તે કેવલ નિષ્કામી રે. શ્રી શ્રેયાંસ. ૩
– શ્રી આનંદઘનજી કૃત શ્રી શ્રેયાંસજિન સ્તવન જે ક્રિયા કરવાથી નિજસ્વરૂપની પ્રાપ્તિ થાય તે અધ્યાત્મ સાધના કહેવાય. પરમકૃપાળુદેવે કહ્યું છે,
નિજમાં નિજ બુદ્ધિ કરવાથી પરિભ્રમણ દશા ટળે છે અને પરમાં નિજબુદ્ધિ થવાથી પરિભ્રમણ દશાની વૃદ્ધિ થાય છે.
નિશ્ચય અને વ્યવહારની અપેક્ષાએ ધર્મ શું છે? તે સમજણપૂર્વક શીખ્યો, તો ભણી રહ્યા પછી કાં તો મતોનું સ્થાપન કર્યું, કાં તો ખંડન કર્યું અને ખંડન-મંડનમાં પડી ગયો. અભ્યાસ કર્યો તો જીવ ક્યાં પડી ગયો? આત્માનું કલ્યાણ ચૂકીને ખંડન મંડનમાં પડી ગયો. એટલે એ ગયો. ખેલાસ. ખંડન મંડનમાં નહીં, પણ વસ્તુનું સાચું સ્વરૂપ સમજી, સ્વરૂપમાં સમાઈ જાઓ.
સમજ્યા તે સમાઈ ગયા.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૬૪૫