________________
૧૩૬
શું સાધન બાકી રહ્યું ? થવા નહીં દે. કદાચ ઉદયવશાત્ આવી ગયો, તો તરત તેને રવાના કરી, સારા ભાવમાં આવી અને આત્માની દૃષ્ટિપૂર્વક એ પાછો અંતર્મુખ થઈને પોતાના ઘર ભેગો થવાનો. રાત-દિવસ તે એવો પ્રયત્ન કરતો રહેશે. આ રમત કેવળજ્ઞાન ના થાય ત્યાં સુધી ચાલવાની.
ભગવાને પંચમ ગુણસ્થાનકમાં રૌદ્રધ્યાન અને ચોથા ગુણસ્થાનકમાં આર્તધ્યાન બતાવ્યું છે. તો તેનાથી નીચેની ભૂમિકાવાળાને આર્તધ્યાન-રૌદ્રધ્યાન હોય એમાં આશ્ચર્ય શું છે? જો કે, એમ ન થવું જોઈએ કે આમને પણ થાય છે તો આપણને થાય તેમાં શું આશ્ચર્ય પણ સમજવાનું છે કે જો જીવ અજાગૃત રહે છે તો કેવો લુંટાઈ જાય છે! જાગૃતિ એટલે ભાવોનું નિરીક્ષણ. પોતાના ઉપયોગનું નિરીક્ષણ નથી હોતું તે અજાગૃતિ છે, એનું નામ પ્રમાદ છે. અજાગૃતિ એટલે પ્રમાદ અને જાગૃતિ એટલે અપ્રમાદ. પરમકૃપાળુદેવે એક જ વાક્યમાં લખ્યું છે કે,
પ્રમાદ પરમ રિપુ છે. પરમ એટલે ઉત્કૃષ્ટ અને રિપુ એટલે દુશ્મન, શત્રુ. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શત્રુ પ્રમાદ છે. પ્રમાદ એટલે આત્માનું વિસ્મરણ કરી, જગતના કોઈપણ કાર્યમાં તાદાભ્યતા સાધી લેવી. આત્માનું વિસ્મરણ થાય એ જ પ્રમાદ છે. આત્માનો આશ્રય છૂટી જાય એ જ પ્રમાદ છે અને પ્રમાદ એ જ હિંસા છે. રાગ એ જ હિંસા છે, દ્વેષ એ જ હિંસા છે, મોહએ જ હિંસા છે, વિભાવ માત્ર હિંસા છે. સ્થૂળ અહિંસા એ પણ નિશ્ચયથી હિંસાં છે. વ્યવહારથી સારી છે, ઠીક છે.
તો, જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. બસ, સૂક્ષ્મ તત્ત્વને પકડો. જેમણે જેમણે તત્ત્વ પકડીને સાધના કરી તેમણે સાધ્યની સિદ્ધિ કરી લીધી.
તત્ત્વરૂપથી એ ઓળખે, તે જન પહોચે શાશ્વત સુખે; શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ.
– શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૨ તત્ત્વપૂર્વક સમજણપૂર્વક, ધ્યેયને લક્ષમાં રાખીને સાધના કરો. ભલે ભૂમિકા અનુસાર સાધના થશે, પણ જેણે ધ્યેય બાંધેલું છે તે ધ્યેયથી આડી-અવળી દિશામાં નહીં જાય. તે ભલે ધીમે ચાલે કે ઝડપથી ચાલે, ગમે તે રીતે ચાલે પણ ધ્યેયને અનુરૂપ દિશામાં જ ચાલશે તો તે કલ્યાણ સાધી શકશે.