________________
૧૨૫
શું સાધન બાકી રહ્યું ?
અનાદિથી જીવે અનેક પ્રકારના સાધનો મોક્ષ માટે કર્યા, પણ તે બધાંય સાધનો સંસારના હેતુભૂત થયાં, મોક્ષના હેતુભૂત ન થયાં. પરમકૃપાળુદેવે આ પદ વિષે પત્રાંક – પ૩૪માં જણાવ્યું છે કે,
બીજા આઠ ત્રોટક છંદ તે સાથે અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે, કે જેમાં આ જીવને શું આચરવું બાકી છે, અને જે જે પરમાર્થને નામે આચરણ કર્યા તે અત્યાર સુધી વૃથા થયા, ને તે આચરણને વિષે મિથ્યાગ્રહ છે તે નિવૃત્ત કરવાનો બોધ કહ્યો છે, તે પણ અનુપ્રેક્ષા કરતાં જીવને પુરુષાર્થ વિશેષનો હેતુ છે.
ઘણા બાહ્ય આચરણો કર્યા. વ્રત, તપ, મૌન, ધ્યાન, ચિંતન, ભક્તિ, સામાયિક, પૂજા, તપ, ત્યાગ, વગેરે ઘણું કર્યું. છતાં શું આચરવાનું બાકી રહી ગયું કે જેના કારણે આ જીવનું પરિભ્રમણ સમાપ્ત ના થયું? સાધનાનું ધ્યેય પરિભ્રમણ સમાપ્ત થાય તે છે. તો એવું કર્યું આચરણ બાકી છે કે જે આચરવાથી પરિભ્રમણ સમાપ્ત થાય? જે જે પરમાર્થના નામે, આત્મકલ્યાણના નામે, મોક્ષમાર્ગના નામે આચરણ કર્યા તે અત્યાર સુધી વૃથા થયા, એટલે નકામા ગયા, મોક્ષના હેતુભૂત ના થયા. જ્યારે જ્ઞાની એનું એ જ આચરણ કરીને સંસારનું પરિભ્રમણ ટાળે છે. સમ્યગ્ગદર્શન સહિતનું આચરણ મોક્ષનું કારણ થાય છે અને મિથ્યાત્વ સહિતનું આચરણ સંસારનું કારણે થાય છે. મિથ્યાત્વ સહિતના આચરણોને વિષે મિથ્યા આગ્રહો છે તે નિવૃત્ત કરવાનો બોધ કર્યો છે. મિથ્યાષ્ટિ જીવ જે બાહ્ય આચરણ કરે છે તેના તેને મિથ્યા આગ્રહો છે. બાહ્ય મહાવ્રતો કંઈ મોક્ષનું કારણ નથી. મોક્ષનું કારણ તો રત્નત્રયની અભેદતા છે. તો આ બધા મિથ્યાઆગ્રહ, હઠાગ્રહ, કદાગ્રહ, મતાગ્રહ આ જીવને મોક્ષમાર્ગમાં વિધ્વરૂપ થાય છે. એટલે મિથ્યા આગ્રહ છોડો અને સત્ય આગ્રહ રાખો.
અત્યાર સુધી આપણે મિથ્યાગ્રહ છોડ્યો નહીં અને જે જે કુળમાં જન્મ્યા, જે જે સંપ્રદાયમાં જન્મ્યા, જે જે પદ્ધતિથી ધર્મ કર્યો એનો જ આગ્રહ રાખ્યો અને સાચો ધર્મ અને સાચી પદ્ધતિ પ્રત્યે અનાદિકાળથી આપણી દૃષ્ટિ ગઈ નહીં. અનંતવાર આપણે સાધુ થયા. નવ રૈવેયકમાં અનંતવાર ગયા, એવા સાધુ પણ થયા. આગમને અનુરૂપ બહારમાં ઊંચા આચરણ પાળ્યાં, છતાં પરિભ્રમણનો અંત આવ્યો નહીં. એટલે એ રૂઢિ પ્રમાણેની સાધનાને હવે ત્યાગો અને વાસ્તવિક સાધનાને હવે અંગીકાર કરો. મિથ્યા આગ્રહને નિવૃત્ત કરો, છોડો એમ કહે છે. આની અનુપ્રેક્ષા કરશો, ચિંતવન કરશો, વારંવાર એને સમજવાની કોશિશ કરશો તો ક્યારેક