________________
ભક્તિના વીસ દોહરા
પાપ છીપાયા ના છીપે, છીપે તો મહાભાગ; દાબી ડૂબી ના રહે, રૂઈ લપેટી આગ. પુણ્ય છીન જબ હોત હૈ, ઉદય હોત હૈ પાપ; દાઝે વન કી લાકરી, પ્રજલે આપોઆપ.
૧૧૯
— બૃહદ્ આલોચના
જીવ અનાદિકાળથી ભિખારી જેવો છે, માટે હવે આત્મા પ્રાપ્ત કરવાની સામગ્રી મળી તો ચેતી જવું. અભિમાન મૂકીને પુરુષાર્થ ન કરે તો સાધનો મળ્યા છે તે વૃથા જાય. વળી, અભિમાન કરે કે અમે તો આટલો ધર્મ કરીએ છીએ, અમને તો જૈનધર્મ, જ્ઞાનીપુરુષ આ બધું મળ્યું છે અને જેવો જોઈએ તેવો પુરુષાર્થ ના કરે અને આળસમાં તેમજ પ્રમાદમાં સમય વીતાવી દે તો આ બધી મળેલી સામગ્રી, સાધનો, નિમિત્તો એ બધા નકામા જાય.
જેમ ઊંચેથી પડેલો વધુ પછડાય તેમ સંસારમાં દીર્ઘકાળ રખડનાર વધારે પછડાય અને વધારે વાગે. બસ એવું આ સંસારમાં છે.