SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ ભક્તિના વીસ દોહરા આમ, દોષોથી પાછા નહીં ફરાય તો અનંત પરિભ્રમણ કરવું પડશે. પરિભ્રમણનું કારણ દોષોમાં વર્તીએ છીએ તે છે. ટૂંકમાં, એ બધા દોષો રાગ, દ્વેષ અને અજ્ઞાનમયભાવો છે. એક આત્મા મારો છે છતાં પરમાં અહ-મમત્વ થઈ ગયું છે અને ગાઢ કર્મને લીધે આત્માની અનંત શક્તિઓ અવરાઈ ગઈ છે. અનાદિકાળથી આ આત્મા એકલો જ છે, વર્તમાનમાં પણ એકાકી છે, ભલે એના સંયોગમાં અનંતા પદાર્થો હોય, પણ એ બધા સંયોગમય છે. એ ચેતન કે અચેતન પદાર્થો આત્માના નથી, આત્મા સાથે એને નિશ્ચયથી કોઈ સંબંધ નથી, છતાંય પરવસ્તુમાં તેને અહ-મમત્વપણું થઈ ગયું છે. “આ હું છું અને આ મારું છે.” અનંત ચોર્યાશી અને અનંત દુઃખોનું મૂળ આ પરમાં અહમ્પણું-મમત્વપણું છે. બસ એના કારણે કર્મો બંધાય છે અને કર્મોના કારણે આત્માની જે અનંત શક્તિઓ છે એ અવરાઈ જાય છે, ઢંકાઈ જાય છે. અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય. પરમાં હું પણાની બુદ્ધિ, મમત્વ-પણાની બુદ્ધિ એનું નામ અહંકાર છે એ કાઢવાનું છે. પરમકૃપાળુદેવે કહ્યું છે, અનાદિસ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહં ભાવમમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની દેશના જ્ઞાની પુરુષોએ પ્રકાશી છે, તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજમાત્રમાં તે જાગ્રત થઈ સમ્યફદર્શનને પ્રાપ્ત થાય. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૪૯૩ - “છ પદનો પત્ર આ અહ-મમત્વપણાને કારણે સમ્યગદર્શન અવરાઈ ગયું છે, અટકી રહ્યું છે. આપણને લાગે છે કે મારામાં અહ-મમત્વ નથી, પણ હકીકતમાં છે. એ અંદરમાં વારંવાર ચિંતન દ્વારા, મનન દ્વારા, અનુપ્રેક્ષણ દ્વારા આત્માને એકત્વપણે જોઈ, જ્યાં જ્યાં અહેવ-મમત્વ હોય ત્યાં ત્યાં વિચાર કરી, અંદરમાંથી તેને આત્માથી જુદું પાડી અને આત્માને એકાકી જુઓ, ચિંતવો, નીરખો. આત્માને એકાકી જુઓ અને બાકીના પદાર્થોને સંયોગરૂપ જુઓ. એ સંયોગી પદાર્થમાં જે જે મારા દેખાય છે તે પ્રભુ! તારા નથી, સંયોગમાં છે. અનંતા પદાર્થો અનંતવાર સંયોગમાં આવી ગયા અને હજી પરિભ્રમણ હશે ત્યાં સુધી આવવાના. સંયોગી પદાર્થમાં એકત્વબુદ્ધિ થવી એનું નામ અહંપણું છે અને એમાં મારાપણું માનવું એ મમત્વબુદ્ધિ છે. પરમાં હું પણું એ અહંપણું અને ‘પર મારું છે એમ માનવું એ મમત્વપણું. ગાઢ કર્મને લીધે આત્માની અનંત શક્તિઓ અવરાઈ ગઈ છે. આત્મામાં અનંત ગુણો છે. એ દરેક ગુણોની શક્તિઓ અલગ અલગ છે. તેના ઉપર આ ગાઢ કર્મના કારણે આવરણ
SR No.023251
Book TitleDhyey Siddhi
Original Sutra AuthorN/A
AuthorGokulbhai C Shah
PublisherSahajatmaswarup Paramguru Trust
Publication Year
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy